________________
‘નમો' એ છત્રનો દાંડો છે. ‘અરિહંતાણં' એ મસ્તક ૫૨ છત્ર છે.
શ્રીનવકારના અક્ષરો એકદેશવ્યાપિ છે.
શ્રીનવકારનો ભાવ સર્વદેશવ્યાપી છે.
પોતાના જ સ્વાર્થને પ્રણામ કરવો તે માનવદેહનું અપમાન છે. મનમાં રાગદ્વેષને રમવા દેવા તે વિશ્વહિતનું અપમાન છે.
નમસ્કાર એટલે સ્વાર્થને નમાવવો અને ૫૨માર્થને નમવું, ‘હું'ને સાથે લઈને કોઈ મોક્ષમાં ગયું નથી, જવાનું નથી. કેવળ સ્વાર્થના વિચારો પ્રાણોને દૂષિત કરે છે. દૂષિત થયેલા તે પ્રાણો ‘ભાવદયા અને ભાવદાન' માટેની પાત્રતા ગુમાવી દે છે.
પાપને વધારનારો સ્વાર્થ છે, તેથી તે ઘટવો જોઈએ. ભવ્યત્વનો વિકાસ કરનાર પરમાર્થ છે, તેથી.તે વધવો જોઈએ. વિષયકષાયને નમવાથી સહજમળનું બળ વધે છે. શ્રીપંચપરમેષ્ઠિઓને નમવાથી ભવ્યત્વભાવનું બળ વધે છે.
ભાવથી અદરિદ્ર
શ્રીનવકાને ગણનારો ભાવથી દરિદ્ર ન હોય. દરિદ્ર એટલે કૃપણ, કૃપણ એટલે પોતાની પાસે હોય તે વસ્તુને ભોગવે પણ નહિં અને આપે પણ નહિં. સર્વ જીવો સુખી થાઓ એવો ભાવ આપવા માટેનું મન મળેલું હોવા છતાં તેનો ઉપયોગ કરે જ નહિં, તે ભાવ-કૃપણ છે—ભાવથી દરિદ્ર છે. શ્રીનવકારના ગણનારમાં તે દરિદ્રતા ટકતી નથી કેમ કે શ્રીપંચપરમેષ્ટિ ભગવંતો મૈત્યાદિ ભાવથી ભરેલા છે. શ્રીઅરિહંતો મૈત્યાદિ ભાવોના આદ્ય પ્રચારક છે, ઉત્પાદક છે, વિશ્વમાં વહેતા મૂકનારા છે. શ્રીસિદ્ધભગવંતો તે ભાવને સિદ્ધ કરનારા છે. શ્રીઆચાર્ય ભગવંતો તે ભાવને આચરણમાં મૂકવા તથા મૂકાવવા પ્રયત્નશીલ છે. શ્રીઉપાધ્યાય ભગવંતો તે ભાવને વિકસાવનારા શાસ્ત્રોને ભણનારા તથા ભણાવનારા છે. શ્રીસાધુ ભગવંતો તે ભાવને મન, વચન અને કાયાથી સાધનારા છે.
મૈત્ર્યદિ ભાવથી વાસિત જેનું અંતઃકરણ હોય તેને પુણ્ય ખૂટતું જ નથી. નવું પુણ્ય ધોધબંધ આવ્યા જ કરે છે. તેથી તેનું દ્રવ્ય દારિદ્ર પણ ટકતું નથી. દ્રવ્યથી અને ભાવથી, ઉભયથી તે સદા સમૃદ્ધ રહે છે. તેથી જ કહેવાય છે કે શ્રીનવકા૨ને ગણનારો કદી દરિદ્ર હોતો નથી.
ધર્મ અનુપ્રેક્ષા ૦ ૮૫