________________
મંત્રની ગૂઢ શક્તિ ‘ૐ શ્રીં નમઃ' એ સાત અક્ષરો “નમો અરિહંતાનું' પદનું જ સંસ્કૃત રૂપાન્તર છે. વળી “નમો અરિહંતાણ' પદના ગર્ભમાં ‘મયમાત્મા બ્રહ્મ' “તત્વમસિ' “મટું વ્રશ્મિ ' સર્વ રત્વટું બ્રહ્મ' “પ્રજ્ઞાનમાનન્દ્ર બ્રહ્મ' વગેરે વેદના મહાવાક્યો પણ અંતભૂત થઈ જાય છે. મંત્રાક્ષરો ગૂઢ સાંકેતિક પદોથી યુક્ત હોય છે. તેને યોગ્ય અધિકારી જીવો આગળ જ ખોલવામાં આવે છે. અથવા દેવભક્તિ અને ગુરુભક્તિના પ્રભાવે સાધકના અંતઃકરણમાં તે તે અર્થો આપોઆપ પ્રગટ થાય છે. બધાં શાસ્ત્રોના અધ્યયનનો સાર અંતે દેહાત્મબુદ્ધિ ટાળી પરમાત્મબુદ્ધિ પેદા કરવી તે છે અને તેના ઉપાય તરીકે અંતરાત્મબુદ્ધિનો અધિકાર પ્રાપ્ત કરવાનો છે હૃદય શુદ્ધિ થવાથી તે અધિકાર આવે છે. નમો રિહંતા' પદ દેહાત્મબુદ્ધિ ટાળી અંતરાત્મબુદ્ધિ જગાડી. પરમાત્મબુદ્ધિ પ્રાપ્ત કરાવી આપે છે, તેથી તે મહામંત્ર છે. ચૌદ પૂર્વધરોને પણ બધું છોડીને અંતે શરણે લેવા લાયક છે. એ જ એક મહામંત્રની આરાધનાથી તેઓ કૃતકૃત્ય થઈ જાય છે.
પ્રભુની આજ્ઞાનું પાલન એટલે પરમેષ્ઠિ નમસ્કારનું સતત ધ્યાન અને સામાયિકની ક્રિયાનું સતત સેવન, એથી પ્રભુ પ્રસન્ન થાય છે. અર્થાત્ પ્રભુપ્રસન્નતાથી મળનારા પરમપદની પ્રાપ્તિ થાય છે.
શ્રીનવકારમાં વૃત્તિની ક્રાન્તિ છે, દર્શનનાં રૂપાંતર છે, દૃષ્ટિનું પરાવર્તન છે. શ્રીનવકારવડે પોતાના અહંકારની ક્ષુલ્લકતા, ક્ષુદ્રતા, તુચ્છતા, હનતા, લઘુતા દેખાય છે. પરમતત્ત્વની મહત્તા, ભવ્યતા, સારરૂપતા, ગુરુતરતા, ઉચ્ચતમતાનો ખ્યાલ આવે છે. અહંતાનો ફોડો ફૂટી જાય છે અને મમતાનું પરુ નીકળી જાય છે એટલે જીવને શાન્તિ થાય છે. જ્ઞાનની અનંતતા, અપારતા અને ગંભીરતા સમજાય છે. નમસ્કાર આદરજન્ય ક્રિયા છે. સાચા પ્રણામમાં પ્રણમ્યની મહત્તાનો અને પોતાની અલ્પતાનો ભાનપૂર્વક સ્વીકાર હોય છે. અહંભાવ ઓગળે એટલે પ્રણામ થઈ જય. દ્રવી ગયેલો અહંકાર જયારે શૂન્યવત્ થઈ જાય. ત્યારે પરમેશ્વરની પ્રેયસી નમ્રતા પ્રગટે છે. આ નમ્રતા હૃદયમાં પરમેશ્વરની ગ્રાહક બને છે. તેથી સાત્ત્વિક પ્રસન્નતા પેદા થાય છે. સાત્ત્વિક પ્રસન્નતા, પવિત્રતા. નિર્મળતા એકાર્થક છે.
૮૬ • ધર્મ અનુપેક્ષા