________________
અભુત પ્રકાશ
. (બહુ પાર્શ્વવંતા અણમોલ હીરા શા મહામંત્ર શ્રીનવકારનો અદ્ભુત પ્રકાશ આ લેખમાં ઝળહળી રહ્યો છે, પરિણામને અમૃતનો અભિષેક કરનારા શ્રીનવકારને ત્રિવિધ સમર્પિત થવાની પવિત્ર પ્રેરણાના વ્યક્તસ્વરૂપતુલ્ય આ લેખ છે. સં.)
સન્માનનું દાન ભાવ નમસ્કાર એટલે સર્વોત્કૃષ્ટ પુરુષોને તેમના સર્વોત્કૃષ્ટ ગુણોનો ખ્યાલ રાખીને આપવામાં આવતું સન્માનનું દાન. એ દાન કેવળ અન્નવસ્ત્રાદિ ભૌતિક વસ્તુઓ પુરી પાડવારૂપ જ નહિ, પણ પોતાને મળેલ મોંઘી જીંદગીની દરેક ક્ષણ તેમની આજ્ઞાને પાળવા ખાતર પસાર કરવાની વૃત્તિરૂપ છે.
દ્રવ્ય નમસ્કાર દ્રવ્ય નમસ્કાર એટલે સંશય, વિપર્યય અને અનધ્યવસાયપૂર્વક થતો નમસ્કાર, ઉપયોગશૂન્યપણે થતો સમ્યગ્દષ્ટિનો નમસ્કાર અનધ્યવસાયરૂપ છે. ફલના સંશયપૂર્વક થતો નમસ્કાર મિથ્યાષ્ટિનો છે. લૌકિક ફળના લોભે લોકોત્તર પુરુષોને થતો અને લોકોત્તર લાભ માટે લૌકિક પુરુષોનો નમસ્કાર એ વિપર્યયરૂપ છે.
ભાવ નમસ્કાર ભાવ નમસ્કારમાં એ ત્રણ દોષ નથી, કારણ કે તે લોકોત્તર ફળ માટે લોકોત્તર પુરુષોને લોકોત્તર ફળ મળવાની અચૂક શ્રદ્ધા અને ઉપયોગ સહિત હોય છે. ભાવ નમસ્કારની ક્રિયા કરતી વખતે તેનો ઉપયોગ નમસ્કારને છોડીને અન્યત્ર હોતો નથી. વળી તેમાં ઉપાદેય બુદ્ધિ હોવાથી શ્રદ્ધા સહિત હોય છે. મુક્તિરૂપી પરમ અને ચરમ ફળ મેળવવાનો મનોરથ હોવાથી ઉત્સાહ અને વીર્યોલ્લાસ અપૂર્વ હોય છે. ચિન્તામણિ અને કલ્પવૃક્ષના સેવન કરતાં પણ નમસ્કારની ક્રિયાના સેવનમાં વધુ આદર હોય છે. ઘર આંગણે કલ્પવૃક્ષ વાવવાની કે કામધેનુ ગાયને બાંધવાની ક્રિયા કરતાં પણ આ ક્રિયા વધુ મહત્ત્વની લાગે છે, ત્યારે તે ભાવનમસ્કાર બને છે. સર્વદાનમાં સર્વોત્તમ ચાહના સત્કાર-સન્માનની છે. નમસ્કાર સત્કાર-સન્માનરૂપ હોવાથી સર્વોત્તમદાન છે.
આચારની પૂજ્યતા નવકારમાં પુણ્ય અને નિર્જરા ઉભય છે. સન્માનનું દાન એ પુણ્યનો હેતુ છે, ગુણી પ્રત્યે નમ્રતારૂપી વિનય એ અત્યંતર તપ છે, તેથી નિર્જરાનો હેતુ છે. નમસ્કારના દાનથી માયામૃષા અને મિથ્યાત્વશલ્ય ટળે છે. મસ્તકથી ચરણને નમવાનું એનો અર્થ
ધર્મ અનપેક્ષા • ૬૯