________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૧૧
સમગ્ર સામગ્રીને રાજાએ ગ્રહણ કરી, પરાક્રમથી દેવ, દાનવ, ખેચર અને કૂર પશુઓ પણ વશ થાય છે. કહ્યું છે કે
विक्कमचियभूवाणं, सेणा सोहाइ कारण । केवलंसतमुक्किटुं, जगरक्खाविहायगं ।।५।।
પરાક્રમી રાજાઓને સેના ફક્ત શેભાનું કારણ છે. ફક્ત ઉત્કૃષ્ટ સવ એ જ જગતની રક્ષા કરનાર છે.” પ
તે પછી રાજા તે બાળાને બંધનરહિત કરી આદરપૂર્વક પૂછે છે-“હે નિરુપમલાવણ્યથી શેભતી બાળા ! તું આ અધમ તાપસના પાશમાં કેમ પડી ? આભાપુરીને રાજા તારે પ્રિયતમ કેવી રીતે ? તું કયા રાજાની પુત્રી છે? હવે તું નિર્ભયપણે સ્વસ્થતા ધારણ કરીને મને સઘળી હકીકત જણાવ.” - વીરસેન રાજાની આગવી કન્યાનું પિતાના
સ્વરૂપનું કથન તે પછી તે બાળા તે આભાપુરીના સ્વામીને પિતાના પતિ તરીકે જાણી લજજાથી નમ્ર મુખવાળી થઈને કહે છે. કહ્યું છે કે
असंतोसी दिओ नट्ठो, संतासी य महीवई । सलज्जा गणिगा नट्ठा, निल्लज्जा य कुलंगणा ॥६॥
સંતેષ વિના બ્રાહ્મણ વિનાશ પામે, સંતોષવાળે રાજા વિનાશ પામે, લજજાવાળી ગણિકા વિનાશ પામે, અને લજજા વિનાની કુલાંગના વિનાશ પામે. ૬.