________________
શ્રી ચદ્રરાજ ચરિત્ર
માટે વાવની અંદર ઊતરે છે. રાજાએ ત્યાં ઇચ્છા મુજમ જળપાન કરી તરસ છિપાવી. તે પછી સ્નાન કરી જળક્રીડા કરે છે અને મકરંદના રસનું પાન કરે છે. સ્નાન કરી, જળની મહાર નીકળી વસ્ત્ર-પરાવર્તન કરે છે. ત્યાર પછી શાંતચિત્તવાળા, સ્વસ્થ થયેલા, વાવની શેાભા જોવામાં લીન થયેલા રાજા તે વાવના ગુપ્ત ભાગમાં રહેલી એક વિશાળ જાળીને જુએ છે, તે જાળીની અંદર અત્યંત મનેાહર પગ`થિયાં–સાપાનશ્રેણીને જોઈ ને નીચે ઊતરે છે.
હવે તલવારની સહાયવાળા તે સાહસિક રાજા સેાપાનમાગે ઊતરતાં કુતૂહલમાં રક્ત થયેલા પાતાળની અંદર આગળ જતાં એક મહાવનને જુએ છે, કહ્યુ` છે કે—
उज्जमो साहसं धिज्जं, बल बुद्धिपरककमा । छ एए जहि विज्जेते, तर्हि देवो वि संकए || ४ ||
“ઉદ્યમ, સાહસ, ધૈય', બળ, બુદ્ધિ અને પરાક્રમ આ છ વસ્તુ જ્યાં હાય, ત્યાં દેવ પણ શંકા કરે છે.”
સત્ત્વરૂપી મિત્રવાળા, નિર્ભીય ચિત્તવાળા રાજા ત્યાં જતા હતા; તેટલામાં કાઈક ખાલિકાનું કરુણુસ્વરગભિ ત રુદન સાંભળીને આશ્ચય સહિત વિચારે છે કે-આ પાતાળની અંદર વન કયાંથી ? અને આ નિન વનમાં દીનમુખવાળી આળા કરુણસ્વરે કેમ રુદન કરે છે ? ‘આ અસંભવનીય છે !’ એમ વિચાર કરતાં યમરાજાની જિહૂવા સરખી તલવારને હાથમાં ધારણ કરી, પરોપકારપરાયણ રાજા તે શખ્સને