________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
हंतूण परप्पाणे, अप्पाणं जो करेइ सप्पाणं । अप्पाणं दिवसाणं, कएण णासेइ अप्पाणं ॥२॥ दुक्खस्स उब्वियं तो, हंतूण परं करेइ पडियार। पाविहिइ पुणो दुक्खं, बहुययरं तन्निमिण ॥३॥
પારકાના પ્રાણને હણને જે પિતાને પ્રાણ સહિત કરે છે, તે થોડા દિવસો માટે પોતાને નાશ કરે છે. ૨
દુઃખથી ઉદ્વેગ પામનાર બીજાને હણને તે દુઃખને પ્રતિકાર કરે છે, તે (હિંસાના નિમિત્તથી ફરીથી તે અતિઘણું દુઃખને પામશે. ૩ * - તે પશુઓના સમૂહમાંથી કઈ રીતે એક હરણ નાસવા લાગે. નાસતા એવા તે મૃગને જોઈને શિકારમાં આસક્ત એ રાજા તેની પાછળ પિતાના અશ્વને દોડાવે છે. પવનના વેગને જીતનારે તે મૃગ દેડતે-કૂદતો ક્ષણવારમાં અદશ્ય થ. “જેનું આયુષ્ય બાકી છે, તેવા પ્રાણુને મારવાને કઈપણ સમર્થ થતું નથી.” - મૃગને પ્રહાર કરવાને ઈચ્છતા રાજાએ મૃગની પાછળ જતાં, ઉલ્લંઘન કરાયેલા ઘણા માર્ગને પણ જા નહીં. રાજાની પાછળ જનારા ઘોડેસ્વારે વેગ પકડવા છતાં પણ તે રાજાને નહીં જોતાં, અશ્વના પગલાના માર્ગને અનુસરતા અરણ્યની મધ્યમાં પાછળ જવા લાગ્યા.
વક્રગતિવાળા અશ્વને નહિ જાણવાથી રાજા જેમ જેમ લગામને ખેંચે છે, તેમ તેમ તે ઘેડે સમુદ્રના તરંગના