________________
શ્રી ચદ્રરાજ ચરિત્ર
પ
આભાપુરી નગરીના વીરસેન રાજાનું વન શિકાર નિમિત્ત વક્રગતિ અશ્વ સાથે રાજાનુ' અટવીમાં જવુ,
ભરતક્ષેત્રના મધ્યખંડમાં અત્યંત મનેાહર પૂર્વ દેશ છે. જ્યાં જિનેશ્વરા કેવલજ્ઞાન પામે છે. તેમાં અનેક દેશમાંથી આવેલ સમસ્ત વસ્તુઓથી પરિપૂર્ણ અતિવિશાલ આભાપુરી નામની નગરી હતી. તે નગરીની શેશભા જોઈને લજજા પામતી હાય તેમ લંકા અને અલકાપુરી જાણે દૂર ચાલી ગઈ.
તે નગરીમાં પોતાના રૂપથી દેવેન્દ્રને જીતનારા, અભિમાની શત્રુઓને દલન કરનારા, બૈરીઓના સમૂહને જીતવામાં વીર એવા વીરસેન નામે રાજા નીતિ વડે રાય કરે છે. કહ્યું છે કે
दुट्ठस्स द डो सुअणस्स पूआ, नाएण कोसस्स य संपवुड्ढी । अपक्खवाओ रिउदेसरक्खा, पंचेव जागा कहिया निवाणं ॥ | १ |
દુષ્ટના દંડ, સજ્જનની પૂજા, ન્યાય વડે ખજાનાની વૃદ્ધિ, પક્ષપાતરહિતપણું, શત્રુઓથી દેશની રક્ષા. આ
રાજાઓના પાંચ યન કહ્યા છે.
તે રાજાને સવ અંતઃપુરમાં પ્રધાન, વિશાળ કુળમાં ઉત્પન્ન થયેલ, વિશાળ નેત્રવાળી, પોતાના રૂપની થેાભાથી દેવાંગનાઓની જેણે હાંસી કરી છે એવી વીરમતી નામે પટ્ટરાણી છે, તેની સાથે વિષયસુખ અનુભવતા રાજ્યની