________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર ત્યના ભંડાર, પ્રશાંતમૂતિને ધારણ કરનાર પિતાના ગુરુ શ્રી વિજ્ઞાનસૂરિરાજનું ધ્યાન કરીને હું સ્વ-પર-બેધને માટે શીલરૂપી રત્ન વડે મને હર શ્રી ચંદ્રરાજાનું સુચરિત્ર રચું છું. નિપુણધર્મ વડે સુપવિત્ર એવું જે હંમેશાં કાનના આભૂષણરૂપ થાઓ. ૯-૧૦-૧૧
આ કથારસની આગળ વિબુધ (= પંડિત, દેવ)ને અમૃતરસ ફેગટ થાય છે, તે કવિના વચનનો વિલાસ, કથારસિક હે ભવ્ય ! તમે સાંભળે. ૧૨
મધુર કથાની રચના, વચનને વિલાસ, પંડિત કથાકાર હોય, અને જે શ્રોતા ચતુર હોય, તે મધુરપણું આપે છે. ૧૩
પ્રથમ ઉદ્દેશ
જબૂદ્વીપનું વર્ણન વલયાકારે અસંખ્ય દ્વીપ અને સમુદ્રોથી વીંટાયેલ, એક લાખ જન વિસ્તારવાળે જબૂવૃક્ષેથી સુશોભિત જબૂદ્વીપ નામે દ્વીપ છે. તે જંબુદ્વીપમાં છ ખંડેથી શોભિત, અષ્ટમીના ચંદ્ર સરખું પ્રકાશક ભરતક્ષેત્ર સકલ ક્ષેત્રના શિરોમણિભાવને પામે છે. જે કારણથી ત્યાં પરમપવિત્ર તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચલ મહાતીર્થશોભે છે. - જે ક્ષેત્રમાં ૧૪–૧૪ હજાર નદીઓના પરિવારવાળી ગંગા અને સિંધુ નામની ૨ શ્રેષ્ઠ નદીઓ છે. જેમાં સાડીપચીસ આર્ય દેશે છે. બાકીના સર્વ અનાર્ય દેશે જાણવા.'