________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર ધુસરીને ધારણ કરવામાં વૃષભ સમાન, સુખી એવા તે રાંજાને કાળ પસાર થાય છે.
હવે એક વખત અશ્વરના સંગ્રહ કરનારા કેટલાક અશ્વને વ્યાપારીઓ તે નગરીની બહાર નિવાસ કરીને રહ્યા, તે અશ્વો સિંધુ, નાયુ, કાંબેજ, વાલ્ડિક, તુક, હંસ વગેરે વિવિધ દેશમાં ઉત્પન્ન થયેલા, વીજળીના ચમકારા જેવા, વાયુના વેગને જીતનારા, દઢ કાયાવાળા, તીફણ ખરીના ઘાત વડે પૃથ્વીતલને કંપાવનારા છે.
અશ્વોના આગમનનું સ્વરૂપ જાણુને રાજાએ તે સર્વ અશ્વના વ્યાપારીઓને બોલાવ્યા. ઉત્તમ લક્ષણેથી અંકિત દેહવાળા તે અશ્વોને જોઈને મેં–માગ્યું ધન તેઓને આપીને તે સર્વ અશ્વોને ખરીદી લીધા.
એક વખત એક વિશિષ્ટ આકારવાળા અશ્વરત્નને જેઈને પ્રસન્ન મનવાળે રાજા તે અશ્વ ઉપર ચઢીને સેના સહિત શિકાર કરવા માટે વનમાં ગયો.
જુદી જુદી જાતનાં શિકારી પશુઓથી વ્યાપ્ત છે વનમાં, બીજાના પ્રાણોને નાશ કરવાના વ્યસનવાળે ધર્મરહિત રાજા, સ્વતંત્રપણે ફરનારા તૃણ–પાણી અને સંતેષ વડે આજીવિકા કરનારા મૃગ, સસલા, વરાહ અને સાબર આદિ પ્રાણીઓના સમૂહને ત્રાસ પમાડે છે. ઘેડેસ્વારો પણ વૃક્ષે-વૃક્ષે ભ્રમણ કરીને જેમ પરમાધામી દેવે નારકેને ત્રાસ પમાડે તેમ તે પ્રાણીઓના સમૂહને બહુ ત્રાસ પમાડે છે. કહ્યું છે કે