Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૫૪ મેલી હતી તે પરથી તેમણે વિસ્તારથી સંગરંગતરંગિણ સમી સમરાઈશ્ચકહા” (સમરાદિત્ય કથા) રચી, અને તદુપરાંત માત્ર માનસિક કે પાશના પ્રાયશ્ચિત્ત અર્થે
આ પરમ ભવભીરુ મુમુક્ષુ મહાત્માએ ૧૪૦૦ પ્રકરણ ગ્રંથનું અનન્ય સર્જન કર્યું ! પિતાને વેદાયેલો સશિષ્યવિરહ, અને પિતે ઝંખેલો ભવવિરહ તેમણે પિતાની ચિંરજીવ’ શાસ્ત્રસંતતિમાં “વિરાડ” અંકથી અમર કરેલે દશ્ય થાય છે. દા. ત. મવરવર દિ ને સેવ સારું' અથવા આ જ ગ્રંથમાં “ભારવિહેળો,' તેમણે સર્વથા જર્જરિત મહાનિશીથ શાસ્ત્રનો જીર્ણોદ્ધાર કર્યો. (હજુ સુધી તેમના લગભગ ૭૫ જેટલા ગ્રંથે જ ઉપલબ્ધ થયા છે.)
આવા આ સાધુચરિત સંતના અક્ષરદેહમાં એમને અક્ષર આત્મા અક્ષરપણે અમર રહ્યો છે. “જેની યશસ્કાયમાં જરામરણજન્ય ભય લાગતું નથી એવા સુકૃતી કવિઓ જયવંત છે,’ ‘નાત્તિ ચેષ : રામાનં મયં ' એ શ્રી ભતૃહરિની ઉક્તિ આ આષ દષ્ટા સંત કવિની અમૃતવાણી સંબંધમાં અક્ષરશ: સાચી પડે છે. ચૌદસ (૧૪૦૦) ગ્રંથ જેટલા મહાન ગ્રંથરાશિનું મૌલિક સર્જન કરનારા આ “યાકિનીમહત્તરાસૂનુ” હરિભસૂરિ, સાડા ત્રણ ક્રોડ કલેકપ્રમાણુ સાહિત્યના સર્જક કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની જેમ, અસાધારણ કટિના સાહિત્યસ્વામી (Literary giant) થઈ ગયા, વિરાટ (Collosus) કવિ-બ્રહ્મા, આર્ષ દષ્ટા મહર્ષિ (Seer, great sage ) થઈ ગયા. એમની એક એકથી સરસ એવી અમર કૃતિઓમાં ગૂંજતો એમને દિવ્ય ધ્વનિ એટલી બધી અમૃતમાધુરીથી ભર્યો છે કે તેનું પાન કરતાં તૃપ્તિ થતી નથી. શાંતસુધારસજલનિધિ એવો આ હરિભદ્રસૂરિને દિવ્ય નાદ અખૂટ રસવાળો અક્ષયનિધિ છે; આ દિવ્ય ધ્વનિ આ આર્ષ દષ્ટાના અંતરાત્માને નાદ છે, એમાં પદે પદે નિર્ઝરતી પર શ્રતભક્તિ એમના પરમ ભક્ત હૃદયનું પ્રતિબિંબ પાડનારૂં દર્પણ છે. સુશ્લિષ્ટ, સુશિષ્ટ અને સુમિષ્ટ શૈલીથી ઉત્તમ કલામય રીતે સુંદર શબ્દચિત્રમાં ગુંથેલ એકેક ગ્રંથ આ મહાનિગ્રંથ મુનીશ્વરનું અદ્ભુત ગ્રંથનિમણુકૌશલ્ય દાખવે છે.
વળી એમને આશય તે એટલે બધે પરમાર્થગંભીર છે કે સાગરની જેમ તેનું માપ કાઢવું કે તાગ લે તે અશક્ય વસ્તુ છે. કારણકે તેમના એકેક વચન પાછળ અગાધ શાસ્ત્રજ્ઞાન ને અનન્ય તત્વચિંતન ઉપરાંત ઉત્તમ આત્માનુભવનું સમર્થ પીઠબળ રહ્યું છે. એટલે આવા ઉચ્ચ યોગદશાને પામેલા મહાત્માની કૃતિનો આશય યથાર્થપણે અવગાહી પ્રગટ કરે, તે તે તેમના જેવી ઉચ્ચ આત્મદશાને પામેલા મહાત્મા ગીશ્વરેનું કામ છે. તેઓ જ તેને યથાયોગ્ય ન્યાય આપી શકે, તેઓ જ તેનું યથાયોગ્ય મૂલ્યાંકન કરી શકે, સાચા રત્નની પરીક્ષા નિપુણ રત્નપરીક્ષક જ કરી શકે; કારણ કે સાગરવરગંભીર આશયવાળા સૂત્રાત્મક સંક્ષેપથી ગ્રંથ ગૂંથવાની અનન્ય કલામાં સિદ્ધહસ્ત શ્રી હરિભદ્રાચાર્યજીએ, અન્ન અદ્ભુત સમાસશક્તિથી બિન્દુમાં પ્રવચનસિંધુ સમાચૅ છે.