________________
સુમુક્ષુઓનું કર્તવ્ય જ્યાં સુધી પરિપૂર્ણ શાશ્વત પરમાત્મ દશાની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી મુમુક્ષુઓએ સૂક્ષ્મ તત્વવિચારપૂર્વક અંતર ધન કરતા રહેવું જોઈએ. એક ક્ષણ પણ પ્રમાદમાં નહિ જવા દેતા આત્મ ચિન્તવનમાંજ લગાડશે, તેમજ એક ક્ષણ પણ આત્માને સમ્યક્ત્વના ખીલાથી છોડવા યોગ્ય નથી. અથવા જ્યાં સુધી યથા
ખ્યાતની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સતત પ્રયત્ન કરવો જોઈએ; કારણ કે જીવના પરિણામો પર જ સંસાર, મેક્ષ છે માટે પરિણામ કહે કે ઉપગ કહે તેની નિર્મળ દશા તેજ જીવનમુક્તપણું છે.
- નિજ કારણુ પરમાત્માનો જ ભાવના પંચમ ગતિના હેતુભૂત છે. જે સમ્યક શ્રદ્ધાન જ્ઞાન આચરણાત્મક ભેદપચાર કપનાથી રહિત નિરપેક્ષ શાશ્વત પરમ સુખનું ધામ છે, અને જે નિત્ય, શુદ્ધ, નિરતિશય; નિરંજન, અવ્યાબાધ, અક્ષય પદરૂપ છે તેજ જ્ઞાનીઓને ઉપાદેય છે, બાકી સઘળું હેય છે.
મહાપુરુષોને ઉપકાર - આ કલિકાળમાં સત્ય ધમમૃતથી ભરપુર છ ઉપર કેવળ કરુણાબુદ્ધિથી આગમ (નય, નિક્ષેપ, પ્રમાણ) યુક્તિ અને પ્રત્યક્ષ અનુભવથી લખાએલા ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય, ભગવાન સમન્તભદ્રસ્વામી, શ્રીમાન્ ગીન્દ્રદેવ, શ્રીમત્ અમૃતચંદ્રાચાર્ય, શ્રીમાન પૂજ્યપાદસ્વામી આદિ અનેક મહાન પુરુષે એ સમયસારાદિ આધ્યમિક રસથી ભરપુર છે રચેલા છે. તેઓની પ્રસાદી ભચાત્માઓના કલ્યાણરૂપ મુકતા ગયા છે.