________________
તેઓ માત્ર અશુભ કર્મને જ નહિ પરંતુ શુભ કર્મને છેડી સ્વરૂપમાં સ્થિર થવાને નિરંતર પુરુષાર્થ ક્યા કરે છે. પણ પુરુષાર્થની નબળાઈને કારણે શુભાશુભ પરિણામેથી છુટી સ્વરૂપમાં સંપૂર્ણપણે સ્થિરતા પામી શકતા નથી ત્યાં સુધી અંતર અવલંબનના હેતુભૂત બાહ્ય અવલંબનરૂપ શુભ પરિણામમાં (શ્રદ્ધાજ્ઞાને) હેય બુદ્ધિએ પ્રવર્તે છે. પરંતુ શુભક્રિયારૂપ પ્રતિક્રમણાદિ (દેશવ્રત, તપ, નિયમ, ભક્તિ, પૂજા દાનાદિ) ને નિરર્થક ગણી છેડી દઈ સ્વછંદપણે વિષય કષાયાદિરૂ૫ અશુભ કર્મોમાં કદીપણ પ્રવર્તવાની બુદ્ધિ કરતા નથી. જો કે શ્રદ્ધાનમાં તે સ્વરૂપ સ્થિરતાનું અંતર અવલંબન તે શુદ્ધ પરિણતિરૂપ પતેજ છે એમ વિચારે છે. એમ એકાંત અભિપ્રાય રહિત છ જ માત્ર કર્મોનો નાશ કરી સંસારથી નિવૃત્તિ કરે છે. મેક્ષને ઉપાય એક માત્ર નિશ્ચય ૨નત્રયમય આત્માની શુદ્ધ પરિણિત છે અર્થાત વીતરાગ શુદ્ધાત્માનુભવરૂપ પરિણામ જ મોક્ષમાર્ગ છે, પણ આત્માના શ્રદ્ધાન જ્ઞાન આચરણરૂપ મોક્ષમાર્ગને નહિ જાણતા જ માત્ર વ્યવહારનયરૂપ દર્શન, જ્ઞાન, ચારિત્રના સાધનને મોક્ષમાર્ગ માને છે. અર્થાત અતદેવ, નિર્ગથ ગુરુ અને દયામયી ધર્મના સાધનને અથવા મહાવ્રતાદિ ક્રિયારૂપ સાધન માત્રને જ ચારિત્ર માની અજ્ઞાની શુભેપગમાં જ સંતુષ્ટ થઈ શુદ્ધો પગરૂપ મેક્ષ માર્ગમાં પ્રમાદિ થઈ કેવલ વ્યવહારનયને એકાંતે અવલંબે છે; તેવા મિથ્યાષ્ટિ જીવો મોક્ષને પામી શકતા નથી. જૈન મતના નયલેદને સમજવું બહુજ કઠણ છે, તેની કઈ મૂઢ પુરુષ વગર સમજે એકાંતે નય ચક્રમાં પ્રવેશ કરે છે તેવા છ લાભને બદલે નુકશાન જ ઉઠાવે છે.