________________
પોતાની મેળેજ અંતરંગમાં રી રીતે જ્ઞાનસ્વરુપ આત્માને કલ્પી લેશમાત્ર પિતાની પરિણતિમાં જરાય ફેર પાડયા વિના અધ્યાત્મના ગાણા ગાતા પોતાને સર્વથા અબંધમાની, મનાવી વ્યવહાર દર્શન જ્ઞાન ચારિત્રના ક્રિયાકાંડને સર્વથા નિરર્થક જાણું છોડી આપે છે. આત્મતત્વને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરતા નથી અને શુભ પરિણામને છોડી સ્વચ્છંદી થઈ વિષયકષાયમાં તલ્લીન થઈ વર્તે છે, તેઓ પણ સંસાર સમુદ્રમાં ડુબે છે. * જ્યાં કિંચિત્ પરાધીનતાની બેડીઓ ઢીલી થઈ અને કિંચિત માત્ર મશ્રિત જ્ઞાનને ઉઘાડ થયે, ત્યાં પોતે પોતાની પૂજા પ્રતિષ્ઠા માનાદિકમાં ફસાણે પિતેજ પિતાને કેવળી માનવા મનાવવા લાગે; પાછો જીવ કષાયે લેપણે વળી ભવભવાંતરના લેખામાં જીવ ચાલે ગયે. આ પ્રમાણે જીવને સાચે દુશ્મન બીજે કઈ પણ નથી, માત્ર એક મિથ્યાત્વજ છે.
.. " આત્માને સાચે મિત્ર. - આત્માને ખરેખર મિત્ર સમ્યગ્દર્શન છે તેને એક વખતે પણ જે જીવને (સ્પર્શ) અનુભવ સાથે મિત્રતા થઈ જાય તે તે તેજ ભવે અથવા વિશેષમાં વિશેષ સાતમે ભવે મોક્ષ પહોંચાડેજ છે. પણ જે કદાચ આત્મા તેનું (વૈમનકરી) શરણ છેડી વિરુદ્ધ આચરણ કરે તે પણ તે વધારેમાં વધારે અર્ધપુદગલ પરાવર્તન કાળની અંદર મેક્ષ પહોંચાડેજ છુટકે કરે છે. એવા સાચા હિતકારી મિત્રના અભાવમાં કદી જીવજ્ઞાન ચારિત્ર તપાદિ કરે છે તે તે બધી ક્રિયા પણ કુચારિત્ર તપાદિ સંસાર વર્ધક રહે છે