________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
આખ્યાયિકા દ્વારા સમજાવેલ છે. આ પ્રાણની ઉપાસના દ્વારા નિર્જીવ પણ ચેતન બની જાય છે તેમ જણાવી; ઉપાસનામાં શયન સમયે સ્વપ્નમાં સ્ત્રી દેખાય તો કર્મ સફળ થાય છે, તેમ કહ્યું છે."
મહર્ષિ ગૌતમને રાજા દાન આપવા ઈચ્છે છે, પરંતુ મારે ભોગ-ઉપભોગની જરૂર નથી બ્રહ્મજ્ઞાન આપો, તેથી રાજા અગ્નિવિધા આપે છે, જે પંચાગ્નિ વિદ્યા તરીકે પ્રસિદ્ધ છે.”
પુનર્જન્મને સમજાવવા માટે અર્ચિ અને ધૂમમાર્ગને સમજાવી, જે આ માર્ગે ગતિ કરતાં નથી, તે મચ્છર વગેરે વારંવાર જન્મ ધારણ કરનાર તુચ્છ જંતુઓ થાય છે.
કિંઠ્ય પુત્ર રાજા અશ્વપતિ અને ઉપમન્યુ વગેરે મહર્ષિ વચ્ચેના સંવાદમાં સ્વગરૂપ વૈશ્વાનર આત્મા વગેરેની સમજૂતી આપી તે હું જ છું એમ જણાવી તેની સર્વાત્મભાવે ઉપાસના કરનારા બધા આત્માઓમાં અન્ન ભક્ષણ કરે છે. આ આત્માને પ્રાણાય, અપાનાય, વ્યાનાય, સમાનાય, ઉદાનવાય, સ્વાહા દ્વારા તૃપ્ત કરવાની રીત જણાવે છે. તે વૈશ્વાનરની ઉપાસના કરનારના બધાં પાપ નાશ પામે છે. તે ઉચ્છિષ્ટ અન્ન ચાંડાલ વગેરેને આપે તો પણ તેને દોષ લાગતો નથી અને તે વિશ્વાનરરૂપ આત્મામાં હોય સમાન ગણાય છે. હું
અધ્યાય-૬:
પુત્ર શ્વેતકેતુને પિતા ઉદ્દાલક આરુણિ સર્વ પ્રથમ કશું જ ન હતું, માત્ર એક સતુ હતું, તેણે ઘણાં થવાનો સંકલ્પ કરતાં, તે પ્રથમ જલ, તેમાંથી અમે અને એ રીતે નિવૃત્ત કરણનાં સિદ્ધાંત વારા સૃષ્ટિની ઉત્પત્તિ સમજાવે છે. તેમાં અગ્નિ, જળ વગેરેમાં તેજ રૂપ જે તત્ત્વ છે તે સત્ જ છે, તેમ જણાવી ભક્ષણ કરવામાં આવતું અન્ન વિષ્ઠા, માંસ અને મન બની જાય છે. એ જ પ્રમાણે જળ મૂત્ર, રક્ત અને પ્રાણ બની જાય છે, એ જ પ્રમાણે ઘી વગેરે બાબતે પણ સમજાવે છે. ૩૯
અન્નનો સૂરમભાગ મન, જળનો સૂક્ષ્મ ભાગ પ્રાણ, ઘી વગેરેનો સૂમભાગ વાણી બને છે. અન્નથી મન બને છે તેથી જો આહાર કરવામાં ન આવે તો સ્મૃતિ શકિત ક્ષીણ બની જાય છે, તે ઉદાહરણ દ્વારા સમજાવે છે. ૦
સ્વપ્નાન્તનો મર્મ સમજાવતાં જણાવે છે કે, પુરુષ શયન કરી જાય છે ત્યારે આવભાવનો ત્યાગ કરી બ્રહ્મભાવને પામી જાય છે, તે સત્ સ્વરૂપનો આશ્રય લે છે, કારણ કે મન દરેક દિશાનો અનુભવ કરીને વિશ્રામ સ્થળ પ્રાપ્ત ન થતાં તે પ્રાણનો આશ્રય લે છે. તે માટે બંધાવેલા શકુનિ પક્ષીનું ઉદાહરણ
૩૯
For Private And Personal Use Only