________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનુષ્યને તેજસ્વિતા પ્રાપ્ત થાય છે અને તે તેજરિવાથી ઈન્દ્રિયોરૂપી શત્રુઓ નાશ પામે છે અને વિશ્વ સમુદ્રથી પાર થવાય છે.
મનનો નાશ જ મનોન્નતિનું કારણ છે. ભાગ્યવાન પુરુષોનાં મનનો જ નાશ થાય છે. જ્ઞાની જન મનને આનંદરૂપ અને આનંદ રહિત, ચલ,અચલ, સ્થિર, સી, અસત્ અયવા તેની મધ્ય અવસ્થા પણ માનતા નથી, જ્યારે અજ્ઞાની લોકો મનના બંધનમાં પડ્યા રહે છે. બધાં સંકલ્પોથી પર ચિદામાને જ અવિનાશી અને સ્વાત્મા કહેવામાં આવેલ છે.*
વિષ્યોનું જ્ઞાન થયું તે જ મન છે. સંકલ્પ અને મન બન્ને એક જ છે, તેને કોઈ અલગ કરી શકતું નથી, તેથી સંકલ્પ જ મન છે. તેથી જ સંકલ્પ રહિતતાને જ સંપૂર્ણ સિદ્ધિઓ, સાધન કહેલ છે."
મનનું વાસ્તવિક રીતે કોઈ અસ્તિત્ત્વ નથી; આત્મા નિર્વિકાર ભાવથી મરૂપમાં સ્થિત છે, તેમાં ચિત્ત સ્વયં સંકલ્પ પૂર્વક જાય છે, ચિત્તની તે સંકલ્પમય અવસ્થા સ્વયં નિર્દોષ હોવા છતાં તે ‘મન’ કહેવાય છે અને તેથી મને સંકલ્પ દ્વારા જ નષ્ટ થાય છે.
મનનાં સંદર્ભમાં જ સંકલ્પ' અને 'પ્રજ્ઞા'ની પરસ્પર શ્રેષ્ઠતાનું અને અધિકાર–ભાવનાઓનું નિરૂપણ કરતાં સબલ ઋષિ જણાવે છે કે આ બધુ સંકલ્પમાં જ કેન્દ્રામૃત છે. તેનાથી નિર્મિત છે, સ્થિર છે. પૃથ્વી અને સ્વર્ગ સંકલ્પમય છે, વાયુ અને આકાશ સંકલ્પ-મય છે, જળ અને અગ્નિ સંકલ્પમય છે. આકાશ અને પૃથ્વી દ્વારા સંકલ્પ કરવાથી જ વૃષ્ટિ થાય છે, વૃષ્ટિનાં સંકલ્પથી અન્ન સંકલ્પ કરે છે, અનનાં સંકલ્પથી પ્રાણ સંકલ્પ કરે છે, પ્રાણનાં સંકલ્પથી મ– સંકલ્પ કરે છે, અત્રના સંકલ્પથી યજ્ઞ સંકલ્પ કરે છે, ત્યાનાં સંલ્પથી વિશ્વ સંકલ્પ કરે છે અને વિશ્વના સંકલ્પથી દરેક પદાર્થ સંકલ્પ કરે છે, આસંકલ્પ છે, સંકલ્પની ઉપાસના કરો. જે સંકલ્પને બ્રહ્મ સમજીને તેની ઉપાસના કરે છે તે જ યાવતું રસંકલ્પ જગના સ્વામી છે. ઉપનિ ઋષિની આ વાણીએ ૯પ. પ્રેમ શોપન હાર્વરને પણ પ્રભાવિત કરેલ હશે તેથી જ તેમના એક પ્રવચન સાથે આપણે ઉપ.નાં આ સંકલ્પની બાબતની તુલના કરી શકીએ છીએ. જયારે આપણે પ્રબળ તથા અનવરત પ્રેરણા ઉપર વિચાર કરીએ, જેની સાથે જળપ્રવાહ સમુદ્રની તરફ પ્રવાહિત થાય છે. ચુમ્બક હંમેશાં ઉત્તરધ્રુવની તરફ અભિમુખ રહે છે, લોહકણ ઝડપથી ચુમ્બકની તરફ દોડે છે, વિધુતનાં યુગલ–સંભ એકતા શોધે છે, અને જેવી રીતે વિદનથી માનવીની આકાંક્ષાઓ વધી જાય છે તેમ સંકલ્પ શક્તિ પણ વધી જાય છે. જો આપણે પરસ્પર આકષણ-પતિપણનું નિરીક્ષણ કરીને વિચારીએ તો આપણી પ્રકૃતિને ઓળખવામાં વિશેષ કલ્પના શક્તિની જરૂર ન પડે, જે આપણાં અંતમાં જ્ઞાન પ્રકાશમાં લય સાધન છે, પરંતુ આપણી દુર્બળ અભિવ્યક્તિમાં ફક્ત અંધતા તથા
૨૩૪
For Private And Personal Use Only