________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
છે.
શરીરને રથનું રૂપક આપવામાં આવે છે. પાંચ ઇન્દ્રિયો લગા છે, પાંચ કર્મેન્દ્રિય ઘોડા છે, શરીર રથ છે, મન સારથી છે અને સ્વભાવ પ્રકૃતિ(ચાબુક) છે. આ ચાબુકથી પ્રેરિત ઘઈને શરીર ચક્રની જેમ પ્રેરિત થાય છે, પરંતુ મૃત્યુબાદ તે ચેતન હીન દેખાય છે. ઉત્પ્રેક્ષાનો પ્રયોગ કરીને જણાવે છે કે, જાણે આ આત્મા શરીરના વશમાં હોય છે અને શુભાશુભ કર્મોનાં ફળનાં બંધનમાં પડી ગયો છે અને તેથી ભિન્ન-ભિન્ન શરીરોનાં સંચાર કરે છે.
મહાદેવ શરીરને દેવાલયનું રૂપક આપે છે. આ શરીર દેવાય છે અને જવ કક્ત પરમાત્મા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંન્યાસીએ અમુક પદાર્થો ખાવા જ ન જોઈએ, તેથી ઋષે એ પદાર્થો તરફ નારાજગી ઊભી થઈ જાય તેવી ઉપમાની પરંપરા દ્વારા રજૂ કરે છે. સંન્યાસી માટે ઘી કુતરા મૂત્ર સમાન, સાકર શબ તુલ્ય, તેલ સુવરના મૂત્ર સમાન, લસણ યુક્ત પદાર્થ, અડદ વગે૨ે ગોમાંસ સમાન, દૂધ મૂત્રની સમાન છે, માટે હંમેશાં તેનો ત્યાગ કરવો જોઈએ.
આ જ રીતે ત્યાગ કરવાની વસ્તુમાં પણ ઉગમાની પરંપરા રજૂ કરે છે. વીને રુધિરની સમાન, એકત્ર કરેલા અન્નને માંસની સમાન, ગંધ લેપને ગંદી વસ્તુ સમાન, નમક અંતયજ સમાન, વસ્ત્રને એંધ વાસણની જેમ, તેલ-માલીસને સ્ત્રી પ્રસંગની સમાન, હંસી-મજાકને મૂત્રની જેમ, ઘમંડને ગોમાંસની જેમ, પરિચિતના ઘરની બિક્ષાને ચાંડાલની ભિક્ષા સમાન, સ્ત્રીને રાપિણીની જેમ, સુવર્ણને કાલકૂટ વિધની સમાન, સભા વગેરેને સ્મશાનની જેમ રાજધાનીને કુંભીપાર્ક નર્કની સમાન, એક જ ઘરની ભિક્ષાને મૃતક મોજન સમાન સમજીને ત્યજી દેવી.
*
કોઈપણ કવિ ઉપમાનાપ્રયોગ વગર રહે જ શકે નહીં. ઉનાંૠષિઓ પણ પોતાની ભાવનાને વ્યક્ત કરવા માટે વિવિધ અલંકારોનો પ્રયોગ કરે છે. મહો.” શુકદેવજીની નિશ્ચિયાત્મકતાને વ્યક્ત ફરવા માટે તેની સરખામણી પર્વત સાથે કરે છે. શુકદેવજીના અદ્વૈતભાવને વ્યક્ત કરતાં ઋષિ જણાવે છે કે; 'જેવી રીતે રામુદ્રમાં જલ–કણ વિલીન થઈને સમુદ્રરૂપ થઈ જાય છે; એવાં શુકદેવજી સકલ્પરૂપ દોષોથી મુક્ત શુદ્ધ સ્વરૂપ થઈ વાસનાવિહીન થઈ પવિત્ર અને નિર્મલ આત્મપદમાં એકીભાવને પ્રાપ્ત થઈ ગયા.૧૯
અજ્ઞાની વ્યક્તિની રજૂઆત કરવા માટે મણિની રજૂઆત કરે છે. જે આત્મ તીર્થને છોડીને અન્ય તીર્થોમાં ભ્રમણ કરે છે, તે બહુમૂલ્ય રત્નનો ત્યાગ કરીને કાચને શોધતો ફરે છે.
૫૪
For Private And Personal Use Only