________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧) પ્રત્યક્ષવૃત્તિ (૨) પરોક્ષવૃત્તિ અને (૩) અતિપરોક્ષવૃત્તિ. એમ દુર્ગાચાર્ય ત્રણ પ્રકાર પાડે છે. ક્રિયાવાચક ધાતુ અને પ્રત્યયથી તરત અર્થ સ્પષ્ટ થાય તેને પ્રત્યક્ષ વૃત્તિવાળા, ક્રિયા શબ્દોમાં અંતર્લીન થઈ હોય તેને પરોક્ષવૃત્તિવાળા અને વ્યવહારમાં રૂઢ થયેલાં શબ્દો જેવા કે; કુશળ, પ્રવીણ વગેરે અતિ પરોક્ષવૃત્તિવાળા શબ્દો છે.
અતિ પરોક્ષવૃત્તિવાળા શબ્દોનાં નિર્વચન માટે (૧)વર્ણાગમ (૨) વર્ણવિપર્યય (૩) વર્ણમાંવિકાર (૪) વર્ણનો નાસ(લોપ) (૫) અર્થના અતિશયને કારણે ધાતુનો યોગ.
નિર્વચન અને વ્યુ પત્તિમાં ભેદ છે. વ્યુત્પત્તિમાં શબ્દની મૂળ પ્રકૃતિ(ધાતુ કે પ્રાતિપાદિક) અને પ્રત્યય તથા (૨) પ્રકૃતિ-પ્રત્ચયના જોડાણમાં(સંયોજનમાં) જે ધ્વન્યાત્મક ફેરફાર સૂચવતી પ્રક્રિયા. જે પાણિનિના અષ્ટાધ્યાયીમાં રહેલ છે. જ્યારે નિર્વચન એટલે વ્યાકરણગત અર્થ ધાતુ દ્વારા પ્રદર્શિત થતો અર્થ, એ શબ્દ જે પદાર્થો, દ્રવ્ય માટે વપરાતો હોય, તે પદાર્થના બધા વિભાવો ખ્યાલાને પણ કહેવામ આવે તે નિર્વચન. આ બાબત યાકના નિરુક્તમાં જોઈ શકાય છે.
ઉપનિષદોમાં પણ આ પ્રવૃત્તિ જોઈ શકાયછે. ઉપનિષદો, ધાતુને સ્માર્ટ, પદાર્થો-દ્રવ્યોને આધારે તેમજ શોધ કરનાર દૃષ્ટા ઋષિઓને આધારે નામને રામજાવવાનો પ્રયત્ન કરે છે.
કાર્યને આધારે નામ પાડવાની સંસ્કૃત પરંપરા છે, એટલું જ નહીં, કોઈ વ્યક્તિ વિશેષ કાર્યને આધારે ઉપાસના કે પદાર્થનું નામ આપવાની સંસ્કૃત પરંપરા છે, જે આધુનિક સમયમાં પણ જળવાઈ રહેલી છે. ગુરુત્વાકર્ષણના નિયમને ન્યુટનના નામ ઉપરથી ન્યૂટોનના નિયમ તરીકે ઓળખવામાં આવે
છે.
બૃહસ્પતિ અને આયાસ્ય ઋષિએ પ્રાણની રૂપે ઉપાસના કરી તેથી પણ બૃહસ્પતિ અને આયાસ્ય નામે પ્રસિદ્ધ છે. વાણીનું એક નામ બૃહતી છે અને પ્રાણ તેનો પતિ છે, પ્રાણ દ્વારા શક્તિ પ્રાપ્ત થવાથી જ વાણીનો ઉચ્ચાર શક્ય બને છે તેથી પ્રાણ વાણીનાં પતિ છે, તેથી બૃહસ્પતિ ના યોગ્ય છે, તે જ પ્રમાણે 'નસ્ય'' એટલે મુખ મૃત્યુ સમયે પ્રા મુખમાંથી બહાર નીકળે છે,(મુખ ખુલ્લુ રહી જાય છે.) તેથી આયામ્ય નામ યોગ્ય છે.
x2
સામ" પ્રાણ જ સામ સામવેદ) છે, વાણી તે સામ છે, "સામ" એટલે 'મા' (તે સ્ત્રી) અને 'એમ' (તે પુરુષ) એ 'મ' શબ્દની વ્યુત્પત્તિ છે, અથવા તો એ માખી સમાન, મચ્છર સમાન, હાથી સમાન છે, આ ત્રણ લોક સમાન છે, આ આખા વિશ્વ સમાન છે. તેથી તેને સામ(વેદ) હેવામાં
૪૫૩
For Private And Personal Use Only