Book Title: Samvedna Upnishadonu Sarvangin Adhyayan
Author(s): Kashyap Mansukhlal Trivedi
Publisher: R R Lalan Collage

View full book text
Previous | Next

Page 555
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir = = = = - - કાકા : ધાર કે તેનું તેજ સૂર્યનાં તેજને ભેદીને પરમતત્ત્વ પાસે પહોંચી જાય છે. એટલું જ નહીં પોતાની ગળની અને પાછળની એકવીસ-એકવીસ પેટીને પણ તે તારે છે. તેથી આવા સંન્યાસ પ્રાપ્ત કરવાની હંમેશાં ઇચ્છા રાખવી જોઈએ. ઉપનિષદોના જ્ઞાન દ્વારા બ્રહ્મની પ્રાપ્તિ કરી શકાય છે. તેથી જ ઉપનિષદો બ્રહ્મનું વર્ણન કરે છે. આ બધું જોઈ શકાતું નથી, પરંતુ અનુભવી શકાય છે. તે બ્રહ્મ સતુ છે. ગાયત્રી રૂપ, મધુ વિદ્યા રૂપ, સર્વત્ર ગમન કરનારું છે. તે બ્રહ્મ "સાર બ્રહ્મ" "જ્ઞાન" "તત્તfi" "HT 4 સુરતમ" આનન્દમય, હૃદયગુહામાં સરસવનાં દાણા સમાન થઈને રહેલ છે. તેને બહાર શોધવાની જરૂર થી તેને હદયની અંદર જ અનુભવી શક્રય છે, પરંતુ તે હૃદય ઉપરાંત સર્વત્ર વ્યાપ્ત છે. તેથી જ સત્યકામને પૃથ્વી, અંતરિક્ષ, સ્વર્ગ, સમુદ્ર કલા, સૂર્ય વગેરે રૂપે, જ્યારે ઉપકસલને અગ્નિ "a del" દ્વારા સર્વત્ર વ્યાપ્ત બહાનાં જ આકાશની વિશાળતા દ્વારા ઉપદેશ આપે છે. આ બ્રહ્મ જ સર્વ શક્તિમાન છે તેમાં હૈમવતી આખ્યાન દ્વારા જાણી શકાય છે. આ બ્રહ્મને ઉપનિષદો પ્રાણ રૂપે, પ્રણવ રૂપે, સદાશિવ, વિષ્ણુ, નૃસિંહ રૂપે પણ રજૂ કરે છે. બ્રહ્મનાં મૂર્ત અને અમૂર્ત, પ્રત્યક્ષ-પરોક્ષ સગુણ–નિર્ગુણ ગાય ઉપનિષદ ત્રિવિધ રૂપે વર્ણવે કારણ કnt wifolius જાનવરોજજી) 6 min within દાવડા ૪ કે. કે. = " ક ક આ બ્રહ્મ જ આત્મા છે. પ્રાણી શરીરમાં રહેલો તે આત્મા રૂપે ઓળખાય છે, તે પૂર્ણ બ્રહ્મનો અંશ છે. તે આત્માનું ઉપનિષદો અન્વય અને ધ્યતિરેક વિધિથી નિરૂપણ કરે છે. આ આત્મા સર્વજ્ઞ, સર્વસાક્ષી. અનન્ત, અવિનાશી, શુદ્ધ, સ્વયં પ્રકાશ, નિત્ય, એકરસ છે. તેના ચેતનથી જ શરીર ચેતનમય લાગે છે. છે તે હૃદય ગુહામાં હોવા છતાં પોતાના ચેતનથી શરીરમાં સર્વત્ર વ્યાપ્ત છે. તે આત્મા રૂપ પરમાત્માનું દર્શન યોગીઓ પોતાના હૃદયમાં જ કરે છે. કારણ કે હૃદયરૂપી કમલમાં જે આત્મા નિવાસ કરે છે, તે જ પરમાત્મા છે. આ આત્માને શુકદેવજી અનિર્વચનીય, અગમ્ય, અણુ પરિમાણ, સૂક્ષ્મ, આકાશથી ભિન્ન છે. પરંતુ બાહ્ય શૂન્યતાને લીધે તે આકાશ રૂપ છે. એમ પરસ્પર વિરોધી વર્ણન દ્વરા પરમાત્મા જ આત્મા છે, તેમ નિરૂપે છે. આ પરમાત્મા એ જ આત્મા અને તે જ જીવ પણ કહેવાય છે. તે કર્મફળને ભોગવે છે, વાસ્તવમાં ભોગવતો નથી, પરંતુ અજ્ઞાનને કારણે ભોગવતો અનુભવાય છે. આ જીવ પરમાત્માનો અંશ જ છે. એક અશથી પરમાત્મા શરીરમાં આવે છે. છા, ઉપ. તેનાં સ્વરૂપ વિશે જણાવે છે કે "અગ્નિ, જળ અને પૃથ્વી એ ત્રણ મહાભૂતો અને અક્ષર અપરિમિત આત્મા એ મળીને જીવાત્માનું સ્વરૂપ ઘડાય છે." આ જીવ Es છે. જિ. ૫૪ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618