________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અ. તેમ વાસ્તવમાં દરેક બ્રહ્મ જ છે; પરંતુ માયાને કારણે અલગ-અલગ ભાસે છે. આ માયાશક્તિનાં હાશક્તિ ઇક્ષણશક્તિ વગેરે હેતુ ગર્ભિત પર્યાયવાચી નામો આપવામાં આવે છે.
આ માયાશક્તિને અવિધા પણ કહેવામાં આવે છે. અહીં અવિદ્યાનો અર્થ અજ્ઞાન નથી, પરંતુ ભગવાનની માયા શક્તિ છે. તેનાથી ભમિન થઈને મનુષ્ય આ સંસારને સત્ય માની લે છે. તેથી સમજ પૂર્વક તે માયાને અવિધાને દૂર કરી પરબહ્મનું જ્ઞાન મેળવવા પ્રયત્ન કરવો જોઈએ.
આ માયાશકિત દૂર થતાં પુનર્જન્મ પ્રાપ્ત થાય છે, આ સિદ્ધાન્ત જીવા માને માટે અત્યંત જરૂરી છે. જીવાત્મા જેવા કર્મો કરે, તેવા પુનર્જન્મને પ્રાપ્ત કરે છે. આ પુનર્જનામાં સૂક્ષ્મ શરીર અત્યંત મહત્ત્વ પૂર્ણ સ્થાન ધરાવે છે. પંચમહાભૂતના બનેલા દેહને જ્યારે જીવાત્મા છોડે છે, ત્યારે સૂક્ષ્મ શરીર પણ તેની સાથે જાય છે તે તેનાં જીવાત્માના) કર્મોને આધારે બીજા પંચમહાભૂતનાં બનેલા દેહને ધારણ કરી કર્મફળ ભોગવે છે. તેથી જ ડૉ. રાધાકૃષ્ણનું જણાવે છે કે, પુનર્જન્મ એ આગળ વધવા માટેની પ્રક્રિથા છે. જીવાત્મા ધીરે—ધીરે સારા કર્મો કરી મોક્ષ તરફ આગળ વધી શકે છે. તેથી જ ભગવાન પણ ગીતામાં જણાવે જ છે કે, એક જન્મે નહીં અનેક જન્મોએ મોક્ષ પ્રાપ્ત થાય છે એટલું જ નહીં આચરણ કરેલો યોગ કયારેય નિષ્ફળ જતો નથી અને અવશ્ય સિદ્ધિ અપાવે છે.
આ પુનર્જન્મને સમજાવવા માટે ઉપનિષદો અર્ચિમાર્ગ અને ધૂમમાર્ગ આપે છે, તે માર્ગમાં નિરૂપણમાં પણ કર્મનું જ પ્રાધાન્ય છે. નિષ્કામ ભાવે કર્મ કરનાર મોક્ષ પામે છે, સકામ ભાવે શુ કર્મ કરનાર ચંદ્રલોક વગેરેનું સુખ ભોગવી પુણ્ય ભોગવાય જતાં ફરી જન્મ ધારણ કરે છે. જ્યારે પાપ કર્મ કરનાર સતત જન્મે છે.- મરે છે, આમ પુનર્જન્મ માટે કર્મ જ કારણ ભૂત છે.
મોક્ષ એ ચાર પુરૂષાર્થોમાંનો અંતિમ પુરૂષાર્થ છે. દરેક શાસ્ત્રની પ્રવૃત્તિ તેની પ્રાપ્તિ તરફ જ છે. આ મોક્ષના વિદેહ મુકિત અને જીવન્મુક્તિ એમ બે પ્રકાર છે.
વાસ્તવમાં મોક્ષ એ કોઈ અવસ્થા વિશેષ નથી, પરંતુ જીવાત્માનું વાસનાથી પર થઈ પોતાના સ્વરૂપનું જ્ઞાન થવું તે જ મોક્ષ છે. આ ફાન પ્રાપ્ત થતાં બધાં જ કર્મો બળીને ભસ્મ થાય છે. જે કર્મોનું આચરણ કરવામાં આવે તે નિષ્કામભાવે કરવામાં આવતા હોવાથી કર્મબંધન લાગતું નથી, જેથી પુનર્જન્મ પ્રાપ્ત થતી નથી. જ્ઞાન પ્રાપ્ત થતાં સંચિત કર્મો નાશ પામે છે– આચરિત કર્મોનું બંધન લાગતું નથી, પરંતુ પ્રારબ્ધ કર્મ તો ભોગવવા જ પડે છે. તેથી તે અવસ્થાને જીવન્મુકતાવસ્થા કહે છે, જે રાગ-દ્વેષ વગેરે ઇન્દોથી પર છે.
૫૨૮ For Private And Personal Use Only