________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થિતિ અત્યંત શ્રેષ્ઠ હતી. મહાદેવ ઉપર દઢ શ્રદ્ધા હતી. નિત્યપ્રતિ જડેશ્વર મહાદેવનાં મંદિરે પૂજનઅર્ચન માટે જતાં માતુશ્રી નંદુબા પણ હંમેશાને માટે દર્શને જતાં અને કાલીઘેલી, ભક્તોની ભાષામાં ઉમામહેશ્વરને વિનવતા. કર્મનો પરિપાક થતાં સંન્યાસી પધારે છે. આતિથ્યધર્મની ભાવનાથી તેઓશ્રીનું સ્વાગત કરે છે; ભોજન કરાવે છે. સંન્યાસી શેર માટીનાં ખોટની વાત સાંભળી દીઘયુષી અને પ્રતાપી પુત્રનાં આશીર્વાદ આપે છે.
આશીર્વાદ, વફા, પૂજન-અર્ચન વગેરેનાં પરિણામ સ્વરૂપે આશ્વિન સુદ ચતુર્થીના દિવસે પૂ. ગુરુદેવનું પ્રાગટય થાય છે. સમય જતાં નામકરણ સંસ્કાર કરવામાં આવ્યાં અને "નથુરામ" નામ પાશ્વામાં આવ્યું. તેઓશ્રીનાં પ્રાગટયનાં પરિણામ સ્વરૂપે જ ધીરેધીરે આર્થિક સ્થિતિ પણ સદ્ધર થવા લાગી, જમીનમાં ઉપજ સારી આવવા લાગી. પુત્ર પ્રાપ્તિનાં આનંદમાં માતા-પિતા ભાવવિભોર બી ગયાં.
મોજીદડમાં પ્રાથમિક અભ્યાસ બાદ વિશેષ અભ્યાસ માટે મોસાળ(ચૂડા)માં રહ્યાં. તેઓશ્રી વિશે શિક્ષકો અત્યંત ઊંચો અભિપ્રાય ધરાવતાં હતાં. તેઓશ્રીની બુદ્ધિ અને સ્મૃતિ શક્તિ અત્યંત તેજસ્વી હતી. પ્રવેશ પરીક્ષા ચતુર્થ ક્રમે પાસ કરી રાજકોટ ટ્રેનિંગ કોલેજમાં પ્રવેશ મેળવી શિક્ષકની તાલીમ મેળવી. પુસ્તક વાંચનની બાબતમાં તેઓશ્રી જણાવતાં કે, પ્રરતાવ પ્રથમ વાંચવાથી પુસ્તકના વિપયનું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને અભ્યાસમાં સરળતા રહે છે. તેઓશ્રીમાં આચાર્યપણાને પ્રભાવ પહેલેથી જ જોઈ શકાતો હતો. ટ્રેનિંગ કોલેજમાં પણ તેઓ વિલિન વિષયો ઉપર વ્યાખ્યાન આપતાં સાથી મિત્રોને પણ સ્વચ્છતા, નિયમિતતા વગેરેનું મહત્ત્વ જણાવતાં અને તે બાબતે પોતે અચૂક રહતા.
કોલેજનાં અભ્યાસ દરમિયાન જ પિતાજીનો દેહ પંચજ્વમાં વિલીન થયો. પુત્ર તરીકેની ફરજ પૂર્ણ કરી ફરીથી વિદ્યાભ્યાસ આગળ વધારી પૂર્ણ કરી શિક્ષક તરીકે અડવાણા મુકામે જોડાયા. શિક્ષક કે તરીકેની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવવાની સાથે-સાથે અધ્યાત્મની યાત્રા પણ ચાલુ છે. સાધુ આત્મારામજી, માતાજી રામબાઈ, તેમના શિષ્ય કલ્યાણદાસજી, સાધુ પ્રેમદાસજીવગેરેની સાથે સત્સંગ લે છે. તેઓશ્રી ગામથી દૂર ધ્યાન અર્થે જતાં તેમજ ઘરે પણ ધ્યાનમાં બેસવું હોય ત્યારે આગળનાં દરવાજાને બહારથી અને પાછળના દરવાજાને અંદરથી બંધ કરી ધ્યાનમાં બેસતા. અડવાણા બાદ લિંબુડા શિક્ષકપદે રહે છે.
ત્યાં પણ ધર્મ સંશોધન અને આત્મસાધના શરૂ જ રાખી છેદરેક મહાપુરુષોએ પરીક્ષા આપવી પડે છે. કિંચન જેમ અગ્નિમાં તપીને વધુ તેજવી બને છે તેમ નાથપ્રભુને પણ લગ્ન કરવા ન કરવા વગેરેનું મનોમંથન ચાલે છે. માતાજીનો ખૂબ આગ્રહ છે. પરંતુ આત્મા ના પાડે છે. અને આ યુદ્ધમાં માથાનો પરાજય થાય છે અને તેઓશ્રી હિમાલયમાં મહાભિનિષ્ક્રમણ કરી જાય છે.
પપપ For Private And Personal Use Only