________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરીર સાથે જોડાયેલો આત્મા જ છે. તે પરમ સત્ તત્ત્વ જ "જરાયુજ, અંડજ અને ઉદ્ભિજમાં જીવ રૂપે આમ પરમાત્મા જ જીવ રૂપે રહેલાં છે. તેને જાણવાનું સાધન ઉપનિષદ્ છે.
પ્રવેશે છે.
આ જીવાત્મા નિત્ય છે. તે દેહને ધારણ કરે છે. દેહ નાશ પામે છે, પરંતુ જીવાત્મા નાશ પામતો નથી. જીવાત્મા પોતાનાં કર્મોને આધારે લિંગ શીટનો આશ્રય લઈને બીજા શરીરમાં પ્રવેશ કરે છે. ત્યાં તે પોતાના કર્મો ભોગવે છે. કર્મો ભોગવવા માટે જીવને પંચ મહાભૂતનાં બનેલા સ્કૂલ દેહનો આશ્રય લેવો જ પડે છે. એ જ રીતે સ્થૂલ દેહ પણ જીવાત્માનાં આશ્રય વગર કર્મ કરવા શક્તિમાન બનતું નથી. આ જીવાત્મા કર્તા ન હોવા છતાં પ્રેરણા આપતાં હોવાથી કર્તા છે, કર્તા જેવો ભાસે છે. વાસ્તવમાં અખા ભગતે કૂતરાની જે સ્થિતિ રજૂ કરી છે, તેવી સ્થિતિ શરીરસ્થ જીવાત્માની છે. અખા ભગત ગાડા નીચે રહેલું કૂતરું ગાડાને ચલાવતું હોતું નથી, તેમ છતાં તે એમ જ માને છે કે, હું જ ગાડાને ચલાવું છું.૧
આ જીવાત્મા વાસ્તવમાં મોક્ષ સ્વરૂપ જ છે. મોક્ષની અન્ય કોઈ જુદી અવસ્થા નથી; પરંતુ ઇન્દ્રિયો જીવને બંધનમાં નાખી શકે છે; આત્માને નહીં. આ બંધન રૂપ મમતા દૂર થવી એ જ મો છે વાસ્તવમાં પશુપતિ પરબ્રહ્મ જ જીવ છે. વિવેકહીન હોય જીવ કહેવાય છે. આ જ બાબતે છા. ઉપ. જણાવે છે કે, "આત્મા જે આ અંતર્હદયમાં નિવાસ કરે છે તે મૂલતઃ બ્રહ્મ જ છે, જેવો આ નાશવાન શરીરમાંથી છૂટે છે કે; તરત જ હંમેશને માટે બ્રહ્મમાં લીન થઈ જાય છે...
12
આ પરબ્રહ્મ જે જીવાત્મારૂપે છે તેની ઉપનિષદો જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીય એમ ચાર અવસ્થાઓ વર્ણવે છે. આ અવસ્થાઓ બંધનમાં પડેલ જીવાત્માની ક્રમશઃ ઉચ્ચ ઉચ્ચ અવસ્થા છે, જે તેને ક્રમશઃ વધુને વધુ બ્રહ્માની નજીક લઈ જાય છે અને અંતિમ તુરીય અવસ્થામાં તે બ્રહ્મરૂપ બની જાય
છે.
આ જીવાત્માના સ્વરૂપને અન્નમયકોશ, પ્રાણમયકોશ, મનોમયકોશ, વિજ્ઞાનમયકોશ, આનન્દમયકોશ રૂપે ઉપનિષદો નિરૂપે છે. આ અંતિમ આનંદમયકોશ એ જ જીવાત્માની ૫૨માત્મા સાથેની તાદાત્મ્ય અવસ્થા છે. તેથી જ ઉપનિષદો આત્મા જીવાત્મા–પરમાત્માની એક્તાનું નિરૂપણ કરી અદ્વૈતને નિરૂપે છે.
આ અદ્વૈતનાં નિરૂપણમાં ઉપનિષદો બ્રહ્મ જ સુષ્ટિ રૂપે આવે છે, તે જ જીવાત્મા છે, દરેક શરીરમાં જીવાત્મા અલગ છે, પરંતુ વાસ્તવમાં તે એક જ પરબ્રહ્મ છે. કર્મોની વ્યવસ્થા અને કર્મના નિયમની સિદ્ધિ ત્યારે જ શક્ય બને જ્યારે જીવાત્માની અલગ-અલગ સ્થિતિ માનવામાં આવે. તેથી જ કર્મફળ ભોગવતા આત્માને જીવાત્મા અને દષ્ટાને પરબ્રહ્મ ઉપનિષદો ગણાવે છે.
પપ
For Private And Personal Use Only