________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
E
યાર થાય છે. આસનની જેમ જ ઘમ-નિયમનું પણ એટલું જ મહત્વ છે. યમ-નિયમનું પાલન નામાં ન આવે, ઇચ્છા પ્રમાણે આહાર-વિહાર કરવામાં આવે તો યોગ ક્યારે સિદ્ધ થતો નથી. ધોગ્ય આહાર-વિહાર સાથે ઇશ્વર પૂજા દાન, પ્રાપ્ત વસ્તુમાં સંતાપની સાથો સાથ ગુરુના વાકયમાં તેમજ શાસ્ત્ર વચનમાં વિશ્વાસ રાખવો મહત્વનો છે, કારણે શ્રદ્ધા હોય તો જ જ્ઞાન પ્રાપ્ત થાય છે.
યોગ માર્ગમાં આગળ વધવા માટે પ્રાણાયામ અત્યંત જરૂરી છે. કુંડલિની શક્તિની જાગૃતિ માટે પ્રાણ શકિતને સંયમિત કરી યોગ્ય દિશામાં વાળવી જરૂરી છેજેથી સુપુષ્ણા નાડીનું દ્વાર ખોલી શકાય; અને સમાધિમાં પરબ્રહ્મનો અનુભવ કરી શકાય; અનાહત નાદ સાંભળી શકાય છે. આ યોગમાર્ગમાં આગળ વધવા માટે વનમાં જવું જરૂરી નથી. ગૃહસ્થ પણ ગૃહરથ ધર્મમાં પાલન દ્વારા ધીરે ધીરે યોગમાર્ગમાં આગળ વધી શકે છે. જનક વગેરે તેના દાંતો છે. તેમાં આગળ વધવા માટે પ, સંતાપ, બિહ્મનિષ્ઠ ગુરુનું માર્ગદર્શન જરૂરી છે. તેઓશ્રીનાં અનુભવ અન્ય જ્ઞાનને આધારે જ શરીરમાં પ્રાણનાં જુદાં-જુદાં સ્થાન નાડીઓનાં સ્થાન, નાડીની ગતિ વગેરે જાણી શકાય છે. તેમજ માર્ગમાં આવનારા વિદનોને દૂર કરવામાં ને માર્ગદર્શન રૂપ બને છે. તેથી જ દેટો ગુરુ જ્ઞાન અને પુસ્તક જ્ઞાનને અલગ દર્શાવે છે. પુસ્તકમાંથી પ્રાપ્ત થયેલા જ્ઞાન દ્વારા આગળ વધી શકાય છે. પરંતુ માર્ગમાં મુશ્કેલી આવતા પુસ્તક મદદ રૂપ થતું નથી. જયારે પથ પર ચાલેલા ગુરુનું જ માર્ગદર્શન મદદરૂપ બને છે.
ઘોગમાર્ગની જેમ જ મોક્ષ પ્રાપ્તિ માટે સંન્યાસમાર્ગ પણ છે. ભારતીય સંસ્કૃતિમાં ચાર આશ્રમોમાં મોક્ષ પ્રાપ્તિ માટેનો આશ્રમ એ સંન્યાસ આશ્રમ છે. બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ બાદ સંન્યાસ આશ્રમ આવે છે. પરંતુ બ્રહ્મચર્ય પછી સીધો જ સંન્યાસાશ્રમ ગ્રહણ કરી શકાય છે. પરંતુ શરત એ છે કે, હૃદયમાં સંન્યાસની ભાવના જાગૃત અને દઢ થઈ હોવી જોઈએ. આ માર્ગે સીધા જ આગળ વધેલા શુક, સનક, સનંદ વગેરે. તેમજ શ્રીમદ્ શંકરાચાર્ય, દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ વગેરે છે.
રાંન્યારા માટે કામ્યકર્મોનો ત્યાગ અત્યંત જરૂરી છે. ઇચ્છા હોવા છતાં સંન્યાસ ગ્રહણ કરી બાહ્ય પરિવેશ ધારણ કરવામાં આવે તો તેનાથી મોક્ષ પ્રાપ્ત થતો નથી, પરંતુ આપત્તિ આવે છે. આવા ઢોંગી સંન્યાસીની ઉપનિષદો અને ગીતા નિંદા કરે છે.
સંન્યાસોપનિષદ્ જણાવે છે કે, ઈચ્છાઓ પૂર્ણ ન થઈ હોય તો પણ મોક્ષ માર્ગે આગળ વધવા માટે કર્મ સંન્યાસ ધારણ કરવો જોઈએ. જેથી જન્માત્તરમાં મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે.
સંન્યાસીએ હંમેશાં ગામની બહાર રહેવું જોઈએ. એક જગ્યાએ ન રહેતા વિચરણ કરવું જોઈએ. જેથી મોહ ઉત્પન્ન ન થાય. આવો સંન્યાસી સંન્યાસ ધારણ કરે ત્યારે સૂર્ય પણ ભયભીત બની જાય છે,
'''ના
"
"""'
:
:
૫૨.૩ For Private And Personal Use Only