________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
s
પ્રકરણ-૧૧
ઉપસંહાર
Post
timistidious
ભારતીય વામમાં ઉપનિષદ સાહિત્ય શિરમોર છે. તેમાં દર્શન શાસ્ત્રના વિભિન્ન સિદ્ધાનાનું નિરૂપણ થયેલ છે. આ ઉપનિષદૂ સાહિત્યમાં વિવિધ અધ્યયન થયેલા છે. તેમાં આ અધ્યય એ રીતે વિશિષ્ટ છે કે, તેમાં એક જ પેદ–સામવેદ સાથે સંકળાયેલા ઉપનિષદોનું અધ્યયન કરવામાં આવ્યું છે.
ઉપનિષદમાં દરેક ભારતીય વિચાર ધારાના બીજ રહેલાં છે. સાંખ્યશા કપલમુનિ દ્વારા પ્રણિત છે, પરંતુ મહ., છા. ઉપ., અવ્યક્ત. વગેરેમાં તેનાંસિદ્ધાને જોઈ શકાય છે. આમાં તફાવત એ છે કે, સાંખ્યમાં અધ્યક્ત પ્રકૃત્તિમાં રહેલાં ત્રણ ગુણની સામ્ય અવસ્થામાં મોમ ઉત્પન્ન થતાં સૃષ્ટિ વિકાસ થાય છે, જયારે અવ્યક્ત ઉપ. વગેરેમાં સર્વ પ્રથમ પરબ્રહ્મ અવ્યક્ત પ્રકૃતિ. તેમાંથી વ્યક્ત પ્રકૃતિ અને વ્યક્તિ પ્રકૃતિએ તપશ્ચર્યા કરી નારાયણ ભગવાનની આજ્ઞા પ્રમાણે સુષ્ટિની રચના કરી.
સાંખ્ય અને યોગ એક સિક્કાની બે બાજુ છે. તેને અલગ માનનારા અજ્ઞાની છે તેમ ગીતા ભારપૂર્વક જણાવે છે. સાંખ્ય એ સિદ્ધાન્ત શાસ્ત્ર છે. જ્યારે યોગ ક્રિયાનું શાસન છે. સાંખ્ય દ્વારા પ્રાપ્ત કરેલ પરબ્રહ્મનું શાન યોગ દ્વારા અનુભવી શકાય છે. આ યોગ માર્ગ ઉપર પ્રાંત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુનાં માર્ગદર્શનનાં આધારે આગળ વધવું જોઈએ. જાતે પુરાકનાં જ અભ્યાસથી આગળ વધવામાં આવે તો મુશ્કેલી ઉત્પન્ન થાય છે, એટલું જ નહીં રોગના ભોગ બની જવાય છે. આ યાંગ માર્ગમાં અષ્ટાંગયાંગ, કર્મયોગ, હઠયોગ, પ્રણવયોગ વગેરે છે. ઉપનિષદોમાં અષ્ટાંગયોગ વગેરેનું નિરૂપણ છે. પરંતુ સામવેદના શ્રી જાબાલ દર્શન ઉપનિષદમાં અને યોગ ચૂડામણિ ઉપનિષ એક બીજાના પૂરક છે. શ્રી જા. દ. ઉ૫. માં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ એ આઠ અંગોની રજૂઆત છે,
જ્યારે આ આઠ અંગોની સિદ્ધિબાદના શોધન, મુદ્રાચાલન, કુંડલિની જાગરણાદિ બાબત યોગચૂડામણિ ઉપ.માં છે. આ જ પ્રમાણે અન્ય ઉપનિષદોમાં યોગ વિષયક વિવિધ બાબતો રહેલી છે.
આ યોગ પરમતત્વ પ્રાપ્ત કરવાના માર્ગ રૂપ છે. તેમાં અષ્ટાંગ યોગમાં ક્રમ પ્રમાણે જ આગળ વધવું અત્યંત જરૂરી છે. જો શરૂઆતનાં અંગો છોડી અથવા અધૂરો અભ્યાર કરી પ્રત્યાહાર સમાધિ, નાડી શોધન વગેરેનો અભ્યાસ કરવામાં આવે તો નુકશાન થાય છે. આસન વગેરેનો અભ્યાસ કરવાથી શરીરમાં ઉત્પન્ન થતા રોગ નાશ પામે છે, શરીર હળવું અને સશક્ત બની યોગમાર્ગમાં આગળ વધવા
પરર
For Private And Personal Use Only