________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
પાસે ગયાં પરંતુ રેક્વએ શૂદ્ર કહીં ચાલ્યાં જવાનું કહ્યું. ફરીથી રાજા ધનસંપત્તિ અને પોતાની કન્યા લઈને આવ્યાં અને જણાવ્યું કે તમો કયાં દેવતાની ઉપાસના કરો છે તે જણાવો. મહર્ષિ રેક્વએ જણાવ્યું કે “હું શૂદ્ર, આ એક કન્યાના મુખના દાન વડે જ હું તૃપ્ત છું ! માત્ર કન્યાદાનના બદલામાં હું વિધા આપું. આ બીજી તારી ઉપાધિ માટે કામની નથી,' ૧૬ ત્યારબાદ રાજા જાનવ્રુતિએ એક ગામ પણ પ્રદાન કર્યું જે મહાવૃષ્ય દેશમાં ક્વપર્ણ નામથી સુવિખ્યાત છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧. ૬. મહેતા જણાવે છે કે તેઓ ગૃહસ્થાશ્રમ માંડવા કન્યા ઈચ્છતા હશે. રાજા શૂદ્ર જણાય છે. પરંતુ શૂદ્રને વેદ—વિધાનો અધિકાર નથી. તેથી રૂઢ અર્થ ત્યજી 'શોક વડે રાજા પાછો ગયો તેથી શૂદ્ર" એવો માંગિક અર્થ વેદાંત સૂત્રમાં સૂત્રકારને ઊભો કરવો પડયો.
15
ક્વએ આપેલું આ જ્ઞાન અત્યંત પ્રસિદ્ધ છે. તેઓનાં મતે સંપૂર્ણ સૃષ્ટિનું આદિફારણ વાયુ જ છે, જેમાં સૃષ્ટિની બધી જ વસ્તુઓ વાયુમાં વિલીન થઈ જાય છે. એ જ રીતે અગ્નિને ઠારવામાં આવે ત્યારે અગ્નિ પણ વાયુમાં જ લીન થાય છે. સૂર્ય અને ચંદ્ર પણ અરત થાય છે ત્યારે વાયુમાં જ લીન થાય છે, જે "સંવર્ગ" વિઘ્ન તરીકે પ્રસિદ્ધ છે, રૈવનું આ તત્ત્વજ્ઞાન ગ્રીક તત્ત્વજ્ઞ એંનોંમ્ફોમિનીનાં તત્ત્વજ્ઞાન સાથે મળતું આવે છે. પરંતુ મહર્ષિ વૈક્ય વાયુને કારણે દરેક વસ્તુ કેવી રીતે લય પામે છે, તેનું સ્પષ્ટીકરણ કરતાં નથી. ૪
પદ્મપુ ષમાં મહર્ષિ ચૈવ રાજા જાનતિને ગીતાના છઠ્ઠા અધ્યાયનાં પઠન દ્વારા મન:શાંતિ પ્રાપ્ત થાય છે તેમ જણાવે છે.
(૪૨) વસિષ્ઠ :
વજા ઉય. તેમને ઉર્વશીથી ઉત્પન્ન થયેલાં ગણાવે છે. વસિષ્ઠઋષિ અને અગસ્ત્ય- ઋષિની ઉત્પત્તિની કથામાં જણાવેલું છે કે એક સમયે યજ્ઞસત્ર ચાલતું હતું. તે યજ્ઞમાં મિત્ર અને વરુણ દેવતા પણ પધાર્યા હતાં. આ યજ્ઞમાં ઉર્વશી પણ હતી. તે ઉર્વશીને જોઈો દીક્ષિત એવા મિત્ર અને વરુણ એ બે દેવોનું વીર્ય સ્ખલિત થાય છે. આ સ્ખલિત થયેલ વીર્ય કુંભમાં અને કુંભની બહાર પડે છે. તેમાં કુંભમાં પડેલા વીર્યમાંથી અગસ્ત્ય અને બહાર પડેલા વીર્યમાંથી વસિષ્ઠનો જન્મ થાય છે. નિરુક્ત પણ આ જ બાબત કહે છે. ૠગ્વેદના સાતમાં મંડળમાં ઉર્વશીના મનમાંથી જન્મેલા દર્શાવ્યા છે, ત્યાં એવો ઉલ્લેખ છે કે; "ઉર્વશીના મનથી જન્મેલા હે વશિષ્ઠ તમે ખરેખર મિત્રાવરુણના પુત્રો છો. તેમનાં સ્ખલિત થયેલા વીર્યને વિશ્વદેવોએ પુષ્કરમાં ધારણ કર્યું. સત્રમાં દીક્ષિત મિત્રાવરુણે પોતાનું વીર્ય કુંભમાં મૂક્યું. તેની મધ્યમાંથી ‘માન’(અગસ્ત્ય) ઉત્પન્ન થયા અને પછી તમે વસિષ્ઠ છો." અહીં આ બે પરંપરા કુંભમાંથી
૪૯૩
For Private And Personal Use Only
•