________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.. અધમ નિર્વાહ કરવાનું કહેતાં કહેવા લાગ્યાં કે, "જો બ્રહ્મચર્યથી મોક્ષ પ્રાપ્ત થતો હોય તો નપુંસકોને Rશાં પ્રાપ્ત થઈ જાત, ગૃહસ્થાશ્રમથી મોક્ષ મળતો હોય તો દરેક સંસારી પુકત થઈ જાત. પાનપ્રસ્થથી બો પ્રાપ્ત થતો હોય તો દરેક જંગલવાસી મગ મુક્ત થઈ જાત અને જો સંન્યાસથી મોક્ષ મળતો હોત તો
ક ગરીબ મોહને પ્રાપ્ત થઈ જાત તેથી સંસારમાં પડવું મને ઉચિત લાગતું નથી તેમ જણાવ્યું"૭૫ તેઓએ દેવગુરુ બૃહસ્પતિનું શિષ્યત્વ સ્વીકારી વેદ-વેદાંગ વગેરેનો અભ્યાર કર્યો તેમજ વિદેહરાજ જનક પાસેથી યોગસાધનાનો અભ્યાસ કર્યો.
વાયરાણમાં એવો નિર્દેશ છે કે વ્યાસવંશને આગળ ચલાવવા માટે શુકદેવજીએ પીવરી નામની કન્યા સાથે લગ્ન કર્યા હતાં. જેનાથી તેઓને રિશ્રાવસુ વગેરે પાંચ પુત્રો અને કીર્તિતી નામની કન્યા પ્રાપ્ત થઈ હતી. જો કે પરંપરા શુકદેવજીને બાલબ્રહ્મચારી જ ગણાવે છે. તેથી આ અલગ હશે તેમ માની શકાય.
: - શુકદેવજીના જીવનની મહત્ત્વપૂર્ણ ઘટના વ્યાસજી પાસેથી શ્રીમદ ભાગવત પુરાણની પ્રાપ્તિ માનવામાં આવે છે. તેઓ આત્મજ્ઞાની હોવા છતાં પ્રેમપૂર્ણ ભક્તિથી માગવતુ પુરાણ સાંભળે છે અને તેનું હૃદય ભક્તિભાવથી ભરાઈ આવે છે. તેઓ આ ભક્તિરસનું પાન પરિક્ષિત રાજાને કરાવે છે ત્યારે અત્યંત તેજસ્વી, તરણ પ્રતીત થાય છે.
મહાભારતમાં શુકાનુપ્રશ્ન નામનું ઉપાખ્યાન પણ પ્રાપ્ત થાય છે. જેમાં પુત્ર શુક દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નો અને પિતા દ્વારા આપવામાં આવેલા ઉત્તરો છે. જેમાં (૧) જ્ઞાનનાં સાધન અને તેનો મહિમા (૨) યોગ દારા પરમપદની પ્રાપ્તિ (૩) કર્મ અને જ્ઞાનમાં અંતર (૪) બ્રહ્મપ્રાપ્તિના ઉપાય (પ) જ્ઞાનોપદેશમાં જ્ઞાનનો નિર્ણય () પ્રકૃતિ-પુરુષ વિવેક૭) બ્રહ્મવેત્તાનું લક્ષણ (૮) મન અને બુદ્ધિનાં ગુણોનું વર્ણન(મ. શા. ૨૨૪ ૨૪૭)
શકદેવજી હંમેશાં નગ્ન સ્થિતિમાં રહેતા હતાં જ્યારે વ્યાસજી નહીં. સરોવરમાં સ્નાન સમયે શુકદેવજીને નગ્ન જોઈને લોકોને લજજા આવતી ન હતી. પરંતુ વ્યાસજીને જોઈને આવતી હતી. કારણ કે શુકદેવજી સ્ત્રી–પુજ્યનાં ભેદથી પર અવસ્થાને પહોંચી ગયા હતાં.૭૮
શુક નિર્વાદાનું વર્ણન મહાભારતમાં પ્રાપ્ત થાય છે. તેમાં મહાપુરુષોને પ્રાપ્ત અપૂર્ણ યોગગતિનું વર્ણન છે. તેઓ પોતાના પિતા વેદ વ્યાસનું અભિવાદન કરી કૈલાસ પર્વત પર ધ્યાનસ્થ બેસી ગયા. પછી તે વાયુરૂપ બનીને લોકોની આંખો સામે જ આકાશમાર્ગથી સૂર્યલોકમાં પ્રવિષ્ટ થયાં. તેમનાં પિતા વ્યાસ "શોકમાં ફરવા લાગ્યા અને અન્ય લોકો અનિમેષ નયને જોતા જ રહ્યાં.૭૯
For Private And Personal Use Only