________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
પ્રકરણ-૧૦
સામવેદીય ઉપનિષદોનાં ઋષિઓનો પરિચય
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઋષિ :
વેદોકત જ્ઞાનનાં પ્રથમ દૃષ્ટાને ઋષિ કહેવામાં આવે છે. તેઓ મંત્રદરા છે. વેદમંત્રનું અધ્યયન ગાન ઋષિ, દેવતા, છંદ તથા તેનાં વિનિયોગ વગર ૫ કરવું જોઈએ. તેવી સ્પષ્ટ પરંપરા છે, છંદ વગેરેનાં જ્ઞાન વગર કરવામાં આવેલું અધ્યયન-સ્તુતિ અધૂરી જ રહે છે.
જેઓએ સમાધિની પરમ સ્થિતિમાં મંત્રોનું દર્શન કર્યું છે।પે છે. નિરુતમાં 'પ્તિ' શબ્દ ’વૃ’‘ ધાતુમાંથી ઉત્પન્ન થયેલો માનવામાં આવ્યો છે. કારણ કે આ ઋષિઓ એ સ્તોત્રમંત્રોનું દર્શન કરેલ છે. નિરુકતાં જણાવ્યું છે કે; તપસ્યારત ઋષિઓ પાસે મંત્રાં ગયા.
શતપથ બ્રાહ્મણમાં, રિધ્ ધાતુમાંથી ઋષિ શબ્દને વ્યુત્પન્ન થયેલો માનવામાં આવ્યો છે. ત્યાં તેનો અર્થ "તપ કરવું એવો છે. અર્થાત્ તપસ્યાન્ત બનીને મંત્ર દર્શન કર્યુ. આમ બંન્નેનાં અર્થ એક જ છે, જે આચાર્ય યાસ્ક કહે છે કે; આદ્ય ઋષિઓએ પાંતાની અલૌકિક દિવ્ય શક્તિને આધારે ધર્મનું સાક્ષ દર્શન કર્યું. અહીં ધર્મનો અર્થ "મંત્ર" છે.
અન્ય દષ્ટિએ મંત્ર રૂપ વાકયના વકતા તે ઋષિ;' અથાત્ જેમણે ઇચ્છિત કામનાની પૂર્તિ માટે સ્તુતિ કરી તે મંત્રના તે ઋષિ છે. આ વ્યાખ્યાને આધારે પણિ, સરખા વગેરેને પણ ઋષિ માની શકાય. એટલું જ હુિં અચેતન પદાર્થને, નિકૃષ્ટ ચેતન પદાર્થને વગેરેને ઋષિ માની શકાય. આમ અહીં ઋષિ” શબ્દ વકતા'ના અર્થમાં છે. ડૉ. કપિલદેવ શાસ્ત્રી દેવ ૠષિની બાબતમાં જણાવે છે કે, મંત્ર દષ્ટા કથિત ઋષિ કરતાં કોઈ ભિન્ન ઋષિ છે. જેવી રીતે ઉપાસમાં લેખક અન્ય વ્યક્તિ હોય છે પરંતુ તેના રાંવાદો તેના પાત્રો દ્વારા તે વ્યક્ત કરે છે. તે ઉપન્યાસકારથી ભિન્ન છે. તે જ પ્રમાણે મંત્રોના આ ઋષિઓને કલ્પિત માનવા જોઈએ.
મહર્ષિ અરવિંદ ઋષિઓને પ્રતિકાત્મક માને છે. તેઓ જણાવે છે કે “ઋષિ, દેવતાઓના નામો, રાજાઓ॥ નામો, યજમાનના તમ, પોતાના નામ, જીવનની સામાન્ય પરિસ્થિતિઓ વગેરે સર્વો માટે પ્રતીકો, રૂપકો, સંકેતોનો પ્રયોગ કરવામાં ૠષિઓ સિદ્ધહસ્ત છે.” તેઓની ભાષાનાં "ગૌતમ' શબ્દનો અભિપ્રાય "આઘ્યાત્મિક પ્રકાશમાં ઓતપ્રોત અને પરિપૂર્ણ" "ગવિષ્ઠિર" શબ્દનો અર્થ" દિવ્યજ્ઞાન
૪૬મ
For Private And Personal Use Only