________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
(૪) કાલાગ્નિરુદ્ર :
ભગવાન શિવના મહારુદ્ર. કાલાગ્નિ રુદ્ર, પશુપતિ વગેરે અનેક નામાં છે. સામવેદનાં ૩૧૫.માં તેઓનાં વિવિધ નામોનો ઉપયોગ થયેલ છે. મૈત્રેયી ઉપ.નાં "મહાદેવ" નામનો ઉલ્લેખ છે. તેમાં ભગવાન મૈત્રેય તેઓની પારો જ્ઞાનપ્રાપ્તિ માટે આવે છે. તેઓશ્રી તેમને બ્રહ્મજ્ઞાન આપે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્રાક્ષ જા. ઉપ.માં કાલાગ્નિ રુદ્ર મહર્ષિ ભુસુંડીને રુદ્રાક્ષની ઉત્પત્તિ, તેનાં પ્રકાર, તેને ઘારણ કરવાની વિધિ વગેરે બાબતે જણાવે છે. -
ભારતીય સંસ્કૃતિમાં રુદ્ર, વિષ્ણુ, બ્રહ્મા એ ત્રિદેવી કલ્પના રહેલી છે. તેમાં રુદ્ર સંહારક, વિષ્ણુ પાલક અને બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરનાર છે. મહા." "નારાયણના સંકલ્પે યુક્ત ધ્યાનથી ત્રણ નેત્રો– વાળા, હાથમાં ત્રિશુલ ધારણ કરેલ પુસ્યની ઉત્પત્તિ થઈ. તે યશ, સત્ય, તપ, બ્રહ્મચર્ય, વૈરાગ્ય, નિયત્રિત મન ઐશ્વર્ય પ્રણવ યુક્ત વ્યાકૃતિઓ અને ચારવેદ તેમાં સમાશ્રિત છે. તેથી તેનું નામ ઇશાન અને મહાદેવ કહેવાયું.
યોગચૂડામણિ ઉપ, પ્રમાણે બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરાર, વિષ્ણુ પાલન કરનાર અને ર સંહાર કરનાર છે. આ વર્ણન જ પુરાણ કાળમાં આગળ વધે છે.
પ્રાગૈતિહાસિક સમયમાં નૈસર્ગિક ઉત્પાતોનું નિર્માણ કરનાર તરીકે `સ્ત્ર'ની ઉત્પત્તિ અને તેનું શમન કરનાર તરીકે તેને જ શિવ કહેવામાં આવ્યા. આ રીતે સ્ત્ર અને શિવ એક જ દેવતાના રોદ્ર અને શાંત સ્વરૂપ છે.
ૠગ્વેદ વગેરે સાહિત્યમાં તેને ભૂરાવર્ણવાળા, અત્યંત તેજસ્વી, સૂર્યસાન જાજ્વલ્યમાન, હજારો નેત્રવાળા, નીલવર્ણ અને દેશોવાળા દર્શાવવામાં આવ્યાં છે.
85
મહાભારત-પુરાણોમાં પાંચ મુખવાળા ઇન્દ્રના વજ્ર પ્રહારથી તેનો કંઠ નીલવર્ણનો થઈ ગયો તેવો નિર્દેશ છે. જ્યારે શ્રીદ્ ભાગવતમાં સમુદ્ર મંથનનાથી નીકળેલ વિષનું પાન કરવાથી તેનો વર્ણ નીલો થઈ ગયો હોવો ઉલ્લેખ છે.
તેમનું નિવાસસ્થાને કૈલાસ પર્વત, મેરુપર્વત, મુજવાનુ પર્વત, સ્મશાન છે. અત્યંતપ્રિય નિવાસસ્થાન કાશી માનવામાં આવે છે. ત્યાં તેઓ હંમેશને માટે ભક્તોનું કલ્યાણ કરવા રહે છે, તેથી જ કાશીને મોક્ષપુરી પણ કહે છે. તેઓ હિમવત્ પર્વત ઉપર વૃક્ષોની નીચે પર્વતોના શિખરો ઉપર, ગુફાઓમાં
ET
For Private And Personal Use Only