________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Cી મન - ૪.૪.૯ કે
ડૉ. રાના મનની બાબતને મનોવિજ્ઞાન સાથે જોડીને ઉપપદય મનોવિજ્ઞાનનું ચિંતન રજૂ કરે છે. ઉપ.ના પિઓનો વિશ્વાસ છે કે, મનુષ્યના મનની પ્રકૃતિ તેની પાચન ક્રિયા પર આધારિત છે. મન અનમાંથી જ નિર્મિત થાય છે. ઉપ.માં જ અન્ય જગ્યાએ દર્શાવેલ છે કે, "આપણે જે ભોજન કરીએ છીએ તે ત્રણ રૂપમાં પરિણામ પામે છે. જેનો ભારે ગતિર્મા મા પુરીપાવિષ્ટા) બને છે, મધ્યભાગ માંસ બને છે અને સૂક્ષ્મતમ અંશમાંથી માનું નિર્માણ થાય છે. આ બાબતને ઉદા. દ્રારા સમજાવતાં કૃષિ જણાવે છે કે, "જેવી રીતે દધિમન્થનમાં સૂક્ષ્મતમ અંશ પર આવી નવનીત બને છે તેમ અન્નના સૂક્ષ્મતમ અંશ ઉપર આવી મનરૂપે નિર્માણ પામે છે." શ્રીમદ્ ભગવદ્ભીતા સાત્વિક, રાજસિક, તામસિક એ ત્રણ વૃત્તિઓ જુદાં જુદાં પ્રકારનાં ભાજપનું પરિણામ છે તેમ જણાવે છે. ભોજનના ગુણ માનસિક ગુણોનાં નિર્માણમાં આધાર છે, તેવો નિશ્ચય દઢ થઈ જાય પછી ભોજનનાં સંબંધમાં અને તેના સમર્થનમાં નૈતિક કલ્યાણની દૃષ્ટિથી વિચાર આવશ્યક છે. તેથી જ સનકુમાર જણાવે છે કેજો ભોજન પવિત્ર હોય તો વાંઓ પવિત્ર થાય છે, વૃતિ પવિત્ર થતાં ધારહા શક્તિ દઠ થાય છે, જ્યારે મનુષ્યોની ધારણા શક્તિ દઢ થઈ જાય છે, ત્યારે તે લૌકિક બંધનોથી મુક્ત થઈ જાય છે. કારણ કે તેણે (નારદે) બધી જ અપવિત્રતાનો નાશ કરી દીધો હતો તેથી જ સનકુમાર તેમને અજ્ઞાન તિમિરની પેલેપારનો માર્ગ દર્શાવી શકયાહતા." અનના આ મહત્ત્વને કારણે જ "જેવું અન્ન તેવું મન” એ કહેવત પડી હશે.
સોળ કલાવાળા મનનું નિર્માણ અનમાંથી થાય છે તે બાબત ફરીથી ઉદા. અને પ્રયોગ દ્વારા સમજાવતાં શ્વેતકેતુનાં પિતા જણાવે છે કે, "તું પંદર દિવસ ભોજન ન કર; પરંતુ પ્રાણ જળથી ટકી રહે છે, તેથી તે ઈચ્છાનુસાર જળપાન કરતો રહે. તે પંદર દિવસ બાદ પિતા પાસે આવે છે, તેના પિતા તેને ઋચાઓ, વજ વગેરે બોલવાનું કહે છે, તે જણાવે છે કે, તે મારા મનમાં નથી ત્યારે તેના પિતા જણાવે છે કે જેવી રીતે આગિયાની(ખદ્યોત)ની જૈમ એક નાનો અમારોબાકી રહી જાય તે વસ્તુને સળગાવી શકતાં નથી, તેવી જ રીતે અત્યારે તારી સોળ કલાઓમાંથી એક જ કલા બ.કી રહી છે, તેથી હું વેદો જાણી શકતો નથી, માટે તું ભોજન કરીને આવ, શ્વેતકેતુ ભોજન કરીને આવ્યો, ત્યારે તેને પિતાએ જે કાંઈ પૂછ્યું તે બધુ યાદ આવી ગયું. વિશેષ સમજાવતાં તેના પિતા જણાવે છે કે, જેવી રીતે મોટી અગ્નિ શાંત થઈ ગઈ હોય, પરંતુ તેમાંથી એક નાનો તણખો રહેલો હોય તો તેમાં તણખલાં નાખવાથી ફરીથી પ્રજ્વલિત
For Private And Personal Use Only