________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
ધિસ્થ યોગી બ્રહ્મ સાથેની તાદાત્મ્યતાથી જે ઉદ્ગાર કાઢે છે. તેમાં શબ્દનાં બાહ્ય ારીર કરતાં તેના આત્મા ઉપર ધ્યાન આપવું જોઈએ. અને અનુભૂતિથી સમજવાની કોશિશ કરવી જોઈએ. કારણ કે તેઓ અત્યંત ઓછા શબ્દોમાં ગહન ભાવાત્મક રજૂઆત કરી દેતા હોય છે. भूमा वै सुखम; તત્ત્વસ વગેરે આના અનુભવ દૃષ્ટાન્તો છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(અ) તેની વિશેષતાઓમાં સરળ ઉપમા, રૂપર્કો, દષ્ટાતો વગેરે.
(બ) સામાન્ય – રોજબરોજનાં શબ્દોમાં જ સરળ રીતે વિચાર સિદ્ધાન્તને પ્રગટ કરવો.
—
(ક) રોચકતાની સિદ્ધિ માટે ખૂબ જ સૂક્ષ્મ બાબતોનું વર્ણન.
(ડ) આધ્યાત્મિક વિવરણને રોચક બનાવવા માટે નાની-નાની વાર્તાઓનો ઉપયોગ,
(ઈ) મનોવૈજ્ઞાનિક પદ્ધતિના આધાર પર વિષયનું વિવેચન તેમજ શ્રદ્ધાને ઉત્પન્ન કરવા માટે લૌકિક વિશ્વાસો દ્વારા દાર્શનિક તથ્યોની પુષ્ટિ
આ વિશેષતાઓને કારણે ભાષા અને ભાવ, બન્ને દૃષ્ટિએ ઉપનિષદો હૃદયને આકર્ષે છે. I રોચક શૈલી :
ઉપનિષદ્ના ઋષિઓ આ જગમાં બધી જ ક્રિયાઓ બ્રહ્મ દ્વારા જ થાય છે. તે વાસ્તવિક સત્યને સમજાવવામાં, દર્શનશાસ્ત્રના ગહન સિદ્ધાંતોમાં ન લઈ જતાં. એક સરળ−રોચક કથા જ આપે છે. કેનોપનિષમાં એકવાર બ્રહ્મે વિજય પ્રાપ્ત કરી, પરંતુ ઈન્દ્રાદિ દેવો એ વિજય પોતાનો જ માનીને બડાઈ હાંકવા લાગ્યા. અને તેઓ અભિમાની બની ગયા. આ અભિમાન દૂર કરવું જોઈએ. તેથી બ્રહ્મ યક્ષરૂપે પ્રગટ થયા. તે યક્ષને ઈન્દ્રાદિ દેવો ઓળખી ન શકયા. સર્વ પ્રથમ દેવોએ અગ્નિને તે કોણ છે ? તેની જાણકારી માટે મોકલ્યો, અગ્નિએ પાસે જઈને અભિમાનપૂર્વક કહ્યું કે હું અગ્નિ છું. મારું નામ જાતવેદસ્ છે. બ્રહ્મના પૂછવાથી પોતાની શક્તિ વિશે જણાવતાં કહે છે કે, પૃથ્વી ઉપર જે કાંઈ છે. તેને જલાવી નાખવા શક્તિમાન છું." બ્રહ્મ એક ઘાસનું તણખલું આપે છે. તે અગ્નિ જલાવી શકતો નથી, હારી પરત આવે છે. તે જ પરિસ્થિતિ વાયુની થાય છે. તે પણ તણખલું ઉડાડી શકતો નથી. અને પરત આવે છે. પછી ઈન્દ્ર જાય છે. ત્યાં જ યક્ષ અંતધ્યાર્ન થઈ જાય
તેને ઉમાદેવીના દર્શન થાય છે. તે ઈન્દ્રને બતાવે છે કે," તે બ્રહ્મ હતું તેની વિજયથી જ તમે મહિમાવાન બન્યા છો; તમારામાં જે મહિમા છે, તે તમારી નહીં પરંતુ આ બ્રહ્મની આપેલી જ છે." આ રોચક-રસાળ કથા દ્વારા રસમય શૈલીથી ઋષિ એ તથ્ય સ્પષ્ટ કરે છે કે, પ્રકૃતિમાં રહેલાં અગ્નિ,
૪૫૦
For Private And Personal Use Only