________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ-૯ સામવેદનાં ઉપનિષદોનું સાહિત્યિક અધ્યયન
(૧) શૈલી :
ઉપનિષમાં જેમ વિચારોની સમૃદ્ધિ છે. તેમ અસ્પષ્ટતા પણ છે. જેમ કાવ્યની બંજના છે તેમ ગઢવાદની ઝાંખાશ પણ છે. તેને લીધે ટીકાકારો તેમનો ઉપયોગ પોતપોતાના ધર્મ અને તત્વજ્ઞાનના સમર્થન માટે કરી શક્યા છે.
ઉપનિષદ્રની ભાષા વૈદિક રાંકૃત કરતા પ્રશિષ્ટ – સાથે વધુ સામ્ય ધરાવે છે. તેમ છતાં અમુક પ્રાચીનતાના ચિત્રો પ્રાપ્ત થાય છે. સંહિતા ભાષા વિશિષ્ટ લકાર લેનો સંપૂર્ણ અભાવ જોઈ શકાય છે, પરંતુ પ્રાચી. ઉપનિષદ્દમાં થોડે ઘણે અંશે તેનો પ્રયોગ જોઈ શકાય છે. આમપદ અને પરર્મપદનો પ્રયોગ ધાતુઓ સાથે નિશ્ચિત રીતે જોઈ શકાતો નથી. એક જ ધાતુ સાથે બન્ને પ્રયોગ થયેલા હોય છે. સાહિત્યની દષ્ટિએ ઉપનિષની ભાષા ખૂબ જ સરસ અને પાંજલ છે.
a miri #poetsofinitionaries
ઉપનિષદ્રી (ભાષા સરળ, મધુર ને મોટે ભાગે સહેજે સમજાય તેવી છે. નદીના પ્રવાહની પેઠે તેનો પ્રવાહ આંખને, અંતરને આનંદને આરામ આપતો અવિરામ રીતે વહ્યા કરે છે. અલબત, તેમાં ક્યાંક કાંકરાને પથરા જેવા ભારેખમ શબ્દો, વાક્યો કે ભાવોની કર્કશત. આવે છે. ખરી. પરંતુ એકંદરે ખૂબ જ સરસ અને સંગીતની રીતે વહ્યા કરે છે. તેનું વાંચન સંતપ્ત માણસને શાંતિ આપે છે. ને જેનામાં શાંતિની મૂડી છે. તે સાચેસાચ શાંતિનો અનુભવ કરે છે. તેની શાંતિને ચિરસ્થાયીને સનાતન કરવામાં સિહાયક બને છે.
ઉપનિષદોની ભાષા બાબને આચાર્ય વિનોબા ભાવે જણાવે છે કે “પિ પોતાની વાત પરોક્ષ રીતે કહે છે, છન્દોમય અર્થાત ઢંકાયેલા શબ્દોમાં કહે છે, મંત્રમય અર્થાત્ મન સિવાય જેમાં ચાંચ જ ડૂબી શકતી નથી તેવી ભાષામાં કહે છે, ને તે પણ સહેજ સૂચવી દે છે એટલું જ, તેથી વધારે કશું જ નથી કરતા, અથવા કરી શકતા નથી,
હક જહાજXforlive - અરજદારો
સ્વામી શ્રી વિદ્યાનંદ સરસ્વતી ઉપનિષદુની ભાષાને ભાવાત્મક ભાષા કહે છે. તેથી તેમની શૈલીમાં અલંકારમયતા, લક્ષણ તથા વ્યંજનાવૃત્તિનું પ્રાધાન્ય હોય છે, ઉપનિષદ્માં દાર્શનિક તત્ત્વોની વ અનુભૂતિની વાત છે, તેથી અભિવ્યક્તિ ભાવ પ્રધાન બની જાય છે અને તર્ક ગૌણ બને છે. તેથી જ
૪૪૯
For Private And Personal Use Only