________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ-૮ સામવેદીય ઉપનિષદોમાં સમાજ દર્શન
કોઇપણ સાહિત્ય તે સમયે સમાજમાં પ્રવર્તતી સ્થિતિનું પ્રતિબિંબ ઝીલતું હોય છે. ઉપ. સાહિત્યમાં પણ એ સમયે સમાજની કેવી સ્થિતિ હતી, તેનું પ્રતિબિંબ પડે છે. આ સ્થિતિના અભ્યાસ માટે નીચે પ્રમાણે વિભાજન કરવાથી વધુ સારી રીતે પ્રકાશ પાડી શકાય.
(૧) વર્ણાશ્રમ વ્યવસ્થા (૨) નારીની સ્થિતિ (૩) ધાર્મિક જીવન, ઘ૪ ) વ્યવસાય-વાહન વ્યવહાર (૫) આહાર (૬) ગૃહ નિર્માણ (૭) જય વ્યવસ્થા-શાસન પદ્ધતિ, દંડનીતિ (૮) શિક્ષણ (૯) અર્થ (૧૦) સોળ સંસ્કાર (૧૧) આચાર મીમાંસા. (૧) વાશ્રમ વ્યવસ્થા :
ભારતીય સમાજ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એમ ચાર વર્ણમાં વહેંચાયેલો છે. આ ચારેય પણ પરબ્રહ્મમાંથી જ ઉત્પન્ન થયેલા છે તેનો નિર્દેશ પુરુષસૂક્તમાં અને શ્રીમદ્ ભગવદ્ગીતામાં છે. આ વિભાજન જમીને આધારે નહિં પરંતુ ગુણ અને કર્મને આધારે છે. તેમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે પરંતુ વાસ્તવમાં જીવ એક જ છે, બાહ્યદેખાવથી તેમાં ભેદ નથી.
વર્ણ વ્યવસ્થા જન્મને આધારે નહીં પરંતુ ગુણ અને કર્મને આધારે છે, તેથી જ બ્રાહ્મણ હોય તો જ જ્ઞાન પ્રાપ્તિ થાય તેવું નથી. જ્ઞાન ઉપર બધાનો અધિકાર છે. પછી તે શુદ્ર હોય કે વેશ્યાથી ઉત્પન્ન થયેલ દો. સત્યકામ જાબાલ તેનું પ્રત્યક્ષ દષ્ટાંત છે. તે ગણિકા પુત્ર હોવા છતાં વિદ્યાનો અધિકારી બન્યાં. એટલું જ નહિં આ રાત્યકામ જાબાલ” જાબાલ શાખાના પ્રવર્તક આચાર્ય થયા. આ શાખાના ઉપ.મન વર્ણાશ્રમના આગ્રહતા નથી, પરંતુ શૈવ સંપ્રદાયના આચારની આગ્રહતા છે.
માટે જ્ઞાન પ્રાપ્તિનો દરેકને અધિકાર છે, તે પ્રાપ્ત કરનાર, પશુ મલેચ્છ વગેરે દરેક મોક્ષ પ્રાપ્ત કરી શકે છે તેમ જણાવે છે.
સયુગ્વારિક્ત નામના દરિદ્રપણવિદ્વાન બ્રાહ્મણે શૂદ્ર જાતિના જાનવ્રુતિ પૌત્રાયણ રાજાની પુત્રીનું પાણિગ્રહણ કરીને રાજાને બ્રહ્મવિદ્યા આપી હતી, તેથી જ 'શૂદ્ર શબ્દ રૂઢાર્થ છતાં પાછળથી બ્રહ્મસૂત્રના સમયમાં 'ગુવાદુદ્રાd અશોક કરીને પીગળ્યો." તેથી જાનશ્રુતિને જૂદ શબ્દ દ્વારા સદુગ્ગાએ સંબોધન કર્યું એવી મોગાની તાણાતાણ કરવી પડી છે.
૪૧૪
For Private And Personal Use Only