________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
9 Deces/b
wwe Answearing a
sweetest newsress.orge wax; websiાઈ
(d) રાજ્ય વ્યવસ્થા-શાસન પદ્ધતિ, દંડનીતિ :
ઉપ.નાં સમયમાં ભારતવર્ષમાં રાજાશાહી પદ્ધતિ છે. અનેક નાના-નાના રાજયો રહેલાં છે. પરત પ્રાચીન ચક્રવર્તી રાજાઓનાં નામો પ્રાપ્ત થાય છે. યુવનાશ્વ, સુવુ, રિધુમ્ન વગેરે. તેઓ પાછળની ઉંમરમાં સંન્યાસ ધારણ કરી પરમહંસ પદને મેળવવા પ્રયત્નશીલ છે,“ આ ઉપરાંત દત્તાત્રેય, વિતક, સવંતક, આરુણિ, શ્વેતકેતુ, દુર્વાસા, અબુ નિદાઘ, જડભરત, વગેરે બ્રહ્મનિષ્ઠ પુરૂષોનાં જીવન સાદર્શરૂપે ગણાતો. તેઓ નિગ્રંથ, નિષ્પરિગ્રહણ, શુદ્ધ મનવાળા, ભિક્ષા પણ ઉદરપાત્રમાં જ લઈ ચાલી જનારા, લાભાલાભમાં સમબુદ્ધિવાળા, શૂન્યાગાર, દેવમંદિર, ઘાસની ટી, વૃક્ષમૂલ, કુંભારની છાપરી, અગ્નિહોત્રની શાળા, નદીના રેતાળ પ્રદેશ, પર્વતની ગુફા વગેરે સ્થાનોમાં સ્વતંત્રવિહાર કરનારા શુક્લ ધ્યાનમાં પરાયણ રહી સંન્યાસ વડે દેહત્યાગ કરતાં હતા. ૦
"સર્વાજીવ બ્રહ્મચક્રમાં હસ એટલે જીવ ભમે છે, જીવન પરમાત્મા છે, જીવ જે જે શરીરમાં પ્રવેશે છે તે તે શરીરમય થઈ જાય છે. કેટલાંક પરમહંસો નિગ્રંથ અને શુકલ ધ્યાન પરાયા હતા. શ્રી મહાવીર પૂર્વભાવી નિગ્રંથ સાધુઓના વિચારોનાં પૂર્વરૂપ છે. જેના આધ તીર્થકર ઋષભદેવ આ વર્ગના નિવ" સાધુ હતા, જેને પાછળથી વિષ્ણુના અવતાર માન્યા છે.
ચક્રવર્તી રાજ્ય નહીં હોવાથી સ્વરાજ્ય, વૈરાજયવાળા, ગણરાયો હતો. જયાં એક રાજાના છત્ર નીચે રાષ્ટ્ર વ્યવસ્થા હતી, ત્યાં રાજ.વિધા કલામાં નિપુણ હતા. તેઓ પરિષદ ભરી વિદ્વાનોનું સન્માન કરતા અને મારા રાજ્યમાં કોઈ ચોર નથી અને દરેક દ્વિજ અગ્નિહોત્રી છે, વ્યભિચારી પુરુષ નથી અને વૈરિણી સ્ત્રી નથી, કોઈદારૂ પીનાર નથી એમ કહેવામાં રાજાને અભિમાન હતું. આમ પ્રજાની નૈતિકતા અત્યંત ઊંચી હતી, રાજા પણ તે બાબતે અાંત જાગરૂક હતા. દંડનીતિઃ
ચોરીની સજા માટે વિશેષ તપાસ કરવામાં ન આવતી, પરંતુ પકડાયેલ ચોર જલતા કુહાડાને પકડે જો તે દાઝે તો ચોરી કરેલ છે અને ન દાઝે તો નથી કરેલ તેમ સિદ્ધ થતું અને તેને છોડી મૂકવામાં આવતો • અપરાધીને ઘણી વખત દેશનિકાલની પણ સજા કરવામાં આવતી. તેને દૂર પ્રદેશમાં આંખો બાંધી છોડી દેવામાં આવતો હતો. (૮) શિક્ષણ : - શિક્ષણ ઉપર માત્ર બ્રાહ્મણોનો જ અધિકાર નહતો. રાજાઓ, વૈશ્યો તેમજ શૂદ્રો અને સ્ત્રીઓ
* ૪ર૭
કાશsi
o 2002 2 દીકરી
|
For Private And Personal Use Only