________________
Shri Mahavir Jain Aradhana Kendra
N
www.kobatirth.org.
Acharya Shri
અજાણ્યા વિસ્તારમાંથી દૂર લઈ જવા માટે પૂરતી તીવ્રતા જગાડવી અને પ્રેરણા આપવી જરૂરી
garsuri Gyanmandir
2 સ્થૂળથી સૂક્ષ્મ તરફ ઃ
શિક્ષણનો આ મૂળભૂત સિદ્ધાન્ત છે. શિષ્યને હંમેશાં કઠિન બાબતોમાં પ્રથમ સ્થૂળ ખાબતોની જાણકારી આપી, તેને આધારે કઠિન બાબતો સમજાવવી જોઈએ. જેથી વિધાર્થી સરળ રીતે સમજી શકે અને મુટકેલી ન અનુભવે જેથી અભ્યાસમાં રસ જળવાઈ રહે.
દેવો અને દાનવોએ એમ સાંભળ્યું કે 'આત્મા પાપરહિત છે, અજર-અમર છે, શોક રહિત છે, ભુખ-પ્યાસથી રહિત છે, સત્યકામ-સત્ય સંકલ્પ છે, તેનું અન્વેષણ કરવું જોઈએ. તેને જાણનારના બધાં મનોરથ પૂર્ણ થાય છે." તેથી દેવોના પ્રતિનિધિ તરીકે ઇન્દ્ર અને દાનપોના પ્રતિનિધિ તરીકે વિરોચન પ્રજાપતિ બ્રહ્મા પાસે આત્મજ્ઞાન માટે આવે છે. શરૂઆતમાં તેઓની પરીક્ષા લેવા માટે બ્રહ્મચર્યપૂર્વક રહેવાનું કહે છે. સમયાવધિ પૂર્ણ થતાં બન્ને બ્રહ્મા પાસે આવે છે. તેઓ આત્મજ્ઞાનની શરૂઆતમાં જણાવે છે, "બન્ને એક બીજાની આંખમાં જૂઓ, જે પુરુષ દેખાય છે તે આત્મા છે, અર્થાત્ પ્રતિબિમ્બ અથવા શરીર જ આત્મા છે." વિરોચન-ઇન્દ્ર જાય છે. વિરોચન દાનવો પાસે જઈને જણાવે છે કે શરીર જ આત્મા છે, તેને જ પુષ્ટ રાખવું, શણગારવું એ જ યોગ્ય છે. દાનવો શરીરને સજાવવામાં જ માને છે. પરંતુ ઇન્દ્રને શંકા જતાં તે પરત આવે છે, પ્રજાપતિને જણાવે છે કે; શરીર નાશ પામે ઍટલે પ્રતિબિમ્બ પણ નાશ પામે માટે તે આત્મા નથી. આ શંકાના જવાબમાં સહેજ આગળ વધારતાં પ્રજાપતિ જણાવે છે કે; “સ્વપ્નમાં જે મહિમાનો અનુભવ કરે છે, તે આત્મા છે. અર્થાત્ 'મન' એ આત્મા છે. ''ઇન્દ્ર દેવો પારો જવા નીકળે છે, માર્ગમાં જ શંકા જતાં પરત આવે છે, પ્રજાપતિ સુષુપ્તિના સમયમાં જે સ્વપ્ન નથી જોતો તે આત્મા છે. ઇન્દ્ર જાય છે, પરત આવે છે, શંકા ઉઠાવે છે. ફરીથી પાંચ વર્ષ બ્રહ્મચર્યપૂર્વક રહે છે. અંતે પ્રજાપતિ તેઓને વાસ્તવિક આત્માનો ઉપદેશ આપે છે કે, "આ શરીર મરણ ધર્મવાળું છે અને અવિનાશી અને અશરીરી આત્મા તેમાં નિવાસ કરે છે. તે હૃદય સ્થિત બ્રહ્મને જાણનાર પુર્નજન્મને પ્રાપ્ત કરતો નથી ૧૦૫
T30
આ સ્થૂળથી સૂક્ષ્મ તરફ જવાની બાબત નારદ-સનત્કુમાર સંવાદનાં પણ જોઈ શકાય છે. અહીં સંવાદમય રોકોલી છે. નારદજી સમિપ્રાણિ થઈને આવે છે, સનત્કુમારને પ્રણામ કરીને જણાવે છે કે, મને આત્મવિધાનું જ્ઞાન આપો જે જાણીને શોકથી પાર ઊતરી જવાય છે, ત્યારે સર્વપ્રથમ સનકુમાર નારદજીને પોતાના જ્ઞાન વિશે જણાવવાનું કહે છે. નારદજી વેદ-વેદાંગ, ઈતિહાસ-પુરાણ વગેરે વિધાઓ
For Private And Personal Use Only