________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવાથી કરોડ ગૌદાનનું ફળ પ્રાપ્ત થાય છે. વિશેષ ફળની બાબતમાં કયન શકય નથી, અર્થાત વર્ણવી શકાય તેમ નથી.... ** 1 2 1 ...
રાક્ષસોનો નાશ કરનાર, મૃત્યુનાશક રુદ્રાક્ષોને ગુરુ પાસેથી પ્રાપ્ત કરીને કંઠ, ભુજ અને શિખામાં ધારણ કરવા જોઈએ. ગુરુજીને દક્ષિણા શ્રદ્ધાપૂર્વક આપવી જોઈએ, કારણ કે સખટ્ટીપા વસુંધરાની દક્ષિણા આપવામાં આવે તો તે પણ ઓછી છે, તેથી શ્રદ્ધાપૂર્વક આપવું એ જ મહત્ત્વનું છે.
રુદ્રાક્ષના પ્રકાર : એકમુખીઃ
એકમુખે રાપરમતત્ત્વનું સ્વરૂપ સમજવામાં આવ્યો છે. તેને ધારણ કરનાર ઇન્દ્રિયોને વશમાં કરીને પરમતત્વ(શિવ)માં લીન થઈ જાય છે. દેવી ભાગવત અને શિવપુરાણમાં પણ જોર છે કે, જે એકમુખી રુદ્રાક્ષ ધારણ કરે છે, તેનો અમંગલ નાશ પામે છે. અભયની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં ભકિત, મુક્તિ અને મનની પરમ શાંતિ પ્રાપ્ત થાય છે. ભગવાન શિવની કૃપા કે કોઈ મહાન પુણ્યનાં ઉદવથી જ એકમુખી રુદ્રાક્ષ પ્રાપ્ત થાય છે અને ધારણ કરવો શક્ય બને છે.
એકમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી, સૂર્યગ્રહનાં પ્રકોપથી, વર, હદયરોગ, ઉદર રોગ, નેત્રરોગ, ચર્મરોગ, વ્રણ, માથાનો દુઃખાવો, હાડકાં તૂટી જવા વગેરે જેવા રોગોમાં ઉપકારક છે. એટલું જ નહીં શાસકીય વિરોધનું શમન થાય છે અને સામાજિક સ્તરે ઉન્નતિ પ્રાપ્ત થાય છે. દ્વિમુખી
દિમુખી સ્વક્ષ અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે, તેને ધારણ કરનાર ઉપર હંમેશા અર્ધનારીશ્વર ભગવાન પ્રસન્ન થાય છે.*
દિમુખી રુદ્રાક્ષને અગ્નિ વરૂપ કહો છે. જેને ધારણ કરવાથી અને જેમ બધું જ ભગ્ન કરે છે. તેમ આ ક્ષ અનેક જન્મોના પાપ નાશ કરે છે. સ્ત્રી હત્યા, બ્રહ્મ હત્યા, ગોવધ વગેરે પાપોનું કામ કરે છે. શિવભક્તોએ આ ધ્રાક્ષ પ્રવત્નપૂર્વક ધારણ કરવો જોઈએ, જેથી તામસી વૃત્તિઓનું શમન થાય, ચિત્તની એકાગ્રતા, આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. કુંડલિની જાગરણ માટે તેનો પ્રયોગ સંપૂર્ણ યોગ્ય છે. ગર્ભવતી સ્ત્રીઓ સૂરથી ગ્રથિત કરી ધારણ કરે તો તેને નવ માસ સુધી કોઈ પણ પ્રકારની મુશ્કેલી થતી નથી, આ ઉપરાંત ભય, બેહોશી, વાયહિસ્ટેરિયા વગેરે દોષ દૂર થાય છે.
આ ધ્રાસ ચંદ્ર સાથે સંકળાયેલ છે. ચંદ્ર મનનો કારક ગ્રહ છે, તેથી ચંદ્ર ગ્રહના દોષથી બચવા
૩૫૪
For Private And Personal Use Only