________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ ૩ વિનોબાભાવે આ જ બાબત જણાવતા કહે છે કે, "કર્મયોગી દ્વારા કરવામાં આવતા કર્મથી ગબાજને આદર્શ પ્રાપ્ત થાય છે. તે પોતાની કૃતિથી સમાજને આદર્શ પૂરો પાડે છે અને તે તેની ફરજ પણ છે કારણ કે આવો આદર્શ કર્મયોગી સિવાય કોણ આપશે ? આવો કર્મયોગી કમાં જ આનંદ પામતો હોવાથી સમાજમાં દંબ ફેલાતો નથી."
આરુણિ ઉપ.માં મહર્ષિ આરુણિના પ્રશ્નના જવાબમાં બહ્માજી ઉત્તર આપતા જણાવે છે કે, સર્વપ્રથમ પોતાના પુત્રનો ત્યારબાદ અન્ય સંબંધીઓ, શિખા, મૂત્ર વગેરે બધાનો ત્યાગ કરવો જોઈએ. એટલું જ નહીં મંત્રહીન થઈને ઊંચલોક પ્રાપ્ત કરવાની કામના પણ ત્યજી દેવી જોઈએ. આમ પ્રથમ બાહ્ય કર્મત્યાગ દ્વારા અંતે સંપૂર્ણ ત્યાગનીમાતનામ ત્યાગની રજૂઆત કરેલ છે ?
માતા-પિતા તેમજ અન્ય સર્વે સંબંધીઓ અને દરેક કાર્યોને છોડવાની વાત આરુણિ ઉપ.માં પણ રહેલી છે. તેમજ સંન્યાસીએ ફક્ત હાયરૂપી પાત્રથી મિક્ષા ગ્રહણ કરવી અને "હિં એ બંનું ત્રણવાર ઉચ્ચારણ કરવું.”
મહોપનિષદ્ધાં નિષ્કામ કર્મની વાત રજૂ કરવામાં આવી છે. જે વ્યક્તિ મોહ રહિત થઈ ફળની આકાંક્ષા વિના કર્મ કરે છે તે જીવન્મુક્ત છે."
કર્તવ્ય કર્મમાં રત રહેનાર વ્યક્તિ જો કર્મમાં પોતાનું મન ન લાગે તો તે કર્મબંધનમાં બંધાતો નથી, આમનિષ્કામ કર્મની રજૂઆત કરવામાં આવી છે.*
ચિત્ત શાંત થતાં ક્રમાંના શુભાશુભ ફળ નાશ પામે છે. મુક્તાત્માએ નિઃસંગ બની જનહિતાર્થે કર્મ કરવાના જ છે."
કર્મ, ઉપારૂ અને જ્ઞાન પરસ્પર સહાયક છે. મનુષ્ય કરવા યોગ્ય કર્મ યોગ્ય રીતે અને નિષ્કામભાવે કરે તો હદયની મલિનતા દૂર થાય છે. આત્મોન્નતિ કરે એવાં કમ કન્ય છે. એ જ કર્મયોગ છે" વિશુદ્ધ ભાવે કર્મ કરવાથી પાપ નાશ પામે છે અને ચિત્ત શુદ્ધ થાય છે. જનક વગેરે કર્મમાં જ સિદ્ધિને માને છે. કેનો. કર્મને પ્રતિષ્ઠા આપે છે. કેના.માં "ઉપાર" શબ્દ ક્રિયાના અર્ધામાં જ પ્રયોજાયેલો છે. જે કર્મ નથી કરતો. તે સ્ચિર થતો નથી. અને જે કર્મ કરે છે, તે સ્થિર થાય છે ?
મનુષ્ય કર્મ કરવામાં સ્વતંત્ર છે. અંજારમાં રહેલો આત્મા તેનો સ્વામી છે. એ માત્માને બહારની જડ વસ્તુ કોઈપણ પ્રકારની ફરજ પાડી શકતી નથી, કર્મનાં નિયમ પણ આત્માને આધીન છે. મનુષ્ય જ્યારે પરબ્રહ્મ સાથે એકરૂપ બને ત્યારે જ તેને ઊંચામાં ઊંચી સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે. છ. ઉપ. જણાવે
૨૮૬
For Private And Personal Use Only