________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
છે; તેથી તે આપણી ઉપર આવે છે; સુખનું પણ તેમજ માનવું રહ્યું. પરંતુ તેનો અર્થ એમ નથી કે, કર્મનો નિયમ વ્યક્તિનાં / મનુષ્યનાં નૈતિક કર્મ કરવામાં બાધારૂપ બને છે. મનુષ્ય નૈતિક કર્મ તારા - લોકસંગ્રહ દ્વારા ભવિષ્યને વધુ સુંદર બનાવી શકે છે; તેને તે નિયમ વિશેષ પ્રોત્સાહન આપે
છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડૉ. રાધાકૃષ્ણનુ જણાવે છે કેઃ "મનુષ્ય જીવનમાં ને આચારમાં કર્મનો નિયન જેવો કિંમતી કોઈ નિયમ નથી. આપણી ઉપર આ ભવમાં જે કંઈ વીતે તે બધું આપણે નમ્રતાને સંતોષ પૂર્વક સહી લેવું રહ્યું, કેમ કે તે પાછલા જન્મોમાં કરેલા આપણાં કર્મોનું પરિણામ છે. છતાં ભાવિ આપણા તાબામાં છે અને આપણે આશાને વિશ્વાસથી કામ કરી શકીએ એમ છીએ. કર્મનો નિયમ ભાવિને વિષે આશાનું ભૂતકાળને વિષે સંતોષ અને સમાધાન ઉપજાવે છે.′ મૈત્રા. પણ કર્મનાં ઉપભોગ માટે જ બદ્ધ પુરુષ એક શરીરમાંથી બીજા શરીરમાં સંસરણ કરે છે, તેમ જણાવે છે.૫૭
પ્રભુ પ્રાપ્તિ માટે જ્ઞાન-કર્મ-ભક્તિનો ત્રિવેણી સંગમ જરૂરી છે, જ્યાં જ્ઞાન-કર્મ-ભક્તિ મળે છે ત્યાં સાધનાની સિદ્ધિની શરૂઆત થાય છે. તેથી સાધકે આ ત્રણ માર્ગોને પરસ્પર વિરોધી નહીં પરંતુ પુરક સમજીને સમજદારી પૂર્વક ત્રણેય માર્ગનું આચરણ કરવું જોઈએ.ટ
જ્ઞાન-કર્મભક્તિમાં આત્માના ત્રણ; મનુષ્ય રામ કરણો – બુદ્ધિ, તપસ્—શક્તિ અને ભાવ લાગણીને પસંક કરવામાં આવે છે. જ્ઞાનયોગમાં બુદ્ધિ અને માનસિક શક્તિર્ન શુદ્ધ અને એકાગ્ર કરી પ્રમુ—જિજ્ઞાસાના નિશ્ચિત માર્ગ ઉપર દોરવામાં આવે છે, જ્યારે કર્મ માર્ગમાં દરેક કર્મનાં કરતાં તરીકે પ્રભુને સ્વીકારી, તેમાં રહેલી તપસ્—શક્તિને સાધનાના મુખ્ય કારણ તરીકે સ્વીકારવામાં આવે છે અને જીવનનાં દરેક કર્મને ભગવાનમાં અર્પણ કરવામાં આવે છે. જ્યારે ક્તિમાર્ગમાં ચિત્તની લાગણીઓ, સૌંદર્ય ગ્રાહક વૃત્તિઓને – રસવૃત્તિઓને પ્રભુ પ્રાપ્તિના સાધન તરીકે સ્વીકારવામાં આવે છે. જા, દ.ઉ૫. પણ હિંસા વગેરે રહિત કર્મને ઈશ્વર પૂજન ગણાવે છે,
*
"સાધના કરતાં કરતાં કામ કરવાનું ચાલુ રાખવાથી અંતરની અનુભૂતિ તથા પ્રકૃતિનો બાહ્ય વિકાસ એ બે વચ્ચે સમતુલા જાળવવામાં મદદ થાય છે. નહિ તો, એક તરફીપણું, પ્રનાણની તથા સનતોલપણાની ખામી પેદા થાય છે, વળી ભગવાનને ખાતર કર્મો કરવાર્ન- કર્મયોગની- સાધના ચાલુ રાખવી જરૂરની છે. કારણ કે તેમ કરવાથી પોતે અંતરમાં કરેલી પ્રગતિને આખરે બાહ્ય પ્રકૃતિમાં તથા વનમાં ઉતારવામાં સાધક સફળ થાય છે અને તેમ કરવાથી સાધનાની સર્વદેશીયતા વધે છે.
*
૨૮૮
For Private And Personal Use Only