________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મતાપૂર્વક એકદેશીય તથા અપરિવર્તનશીલ વિધિથી પ્રયાસ કરે છે. આ બંને રૂપ સંકલ્પની અંદર બને છે. તેથી જ 3. રાનડે જણાવે છે કે, "વૈય, પ્રેરણા અને યાત્રિક પ્રવૃત્તિ સાપની જ ભિન્ન-ભિન્ન અભિવ્યક્તિ છે.”
આમ સંકલ્પનું વિશેષ મહત્ત્વ છે, તેથી વેદના ઋષિ શિવસંકલ્પની વાત કરે છે. પોતાનું મન હંમેશાં શિવ–સંકલ્પ કરે તેવી ભાવના ઋષિ વ્યકત કરે છે.
સંકલ્પ કરતાં ચિત્ત(પ્રજ્ઞા) શ્રેષ્ઠ છે તેથી જ શ. ઉપ. કહે છે કે, 'ચિત રાંકલ્પથી શ્રેષ્ઠ છે, મનુષ્ય ચિંતન કર્યા બાદ સંકલ્પ કરે છે. તે બધું ચિત્તમાં જ કેન્દ્રિત છે, ચિત્તથી નિર્માણ પામેલ છે. ચિત્ત ઉપર સ્થિર છે, તેથી જ, જો કોઈ મનુ ચિંતન ન કરતો હોય તો તે શ્રેષ્ઠ જ્ઞાન હોવાં છતાં લોકો તેને જ્ઞાની માનતા નથી; જયારે અલ્પજ્ઞાની હોય પરંતુ ચિંતાશીલ હોય તો લોકો તેને જ્ઞાની માને છે તેને સાંભળવાની ઈચ્છા રાખે છે,ચિત્ત કેન્દ્ર છે, ચિત્ત આત્મા છે, ચિત્ત જ આ બધાનો આધાર છે. તેયાવત–ચિત્ત લોકોનો સ્વામી છે. આમ છા, ઉપકાર મન કરતા સંકલ્પ અને સંકલ્પ કરતાં ચિત્તની શ્રેષ્ઠતા સિદ્ધ કરે
'
મૈત્રેયી ઉપમ જણાવે છે કે, જેવું જેનું ચિત્ત તેવી તેની ગતિ” તેથી ચિત્તને શાંત કરવાનો પ્રયત્ન કરવી, શાંતચિત્તવાળો મનુષ્ય જ અક્ષય આનંદ પ્રાપ્ત કરે છે. કહેવત પણ છે કે, "મન હોય તો માળવે જવાય.” આ કહેવતમાં "મનનો અર્થ ચિત્ત છે તેમ અનુમાન કરી શકાય.
ચિત્ત જ્યોતિનાં પ્રકાશ વગર અંતઃકરણ ? મને પોતાના વિષયમાં સંકલ્પ અને અધ્યવસાય નિશ્ચય) કરવામાં સમર્થ થઈ શકતું નથી.” ઘ મનને વશ કરવાની પ્રવૃત્તિ:
તપ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે, જ્ઞાનથી મન વશ થાય છે. મન વશ થવાથી આત્માની પ્રાપ્તિ થાય છે અને આત્માની પ્રાપ્તિથી સંસારમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. વિષયો સંબધી વાસના નાશ પામતા મન વશ થાય છે. જેવી રીતે લાકડી પૂર્ણ ઘતાં અગ્નિ આપોઆપ ઠરી જાય છે.
મનુષ્યનું ચિત્ત બહારનાં વિષયોમાં આસક્ત રહે છે. જો તેટલું જ તે બ્રહ્મમાં આસક્ત રહે તો બંધનોધી મુક્ત થઈ જવાય છે. સંત તુલસીદાસજીની કથા પ્રસિદ્ધ જ છે.
– સંન્યાસ ધારણ કરવા માટે પણ જણાવેલ છે કે, મનથી વૈરાગ્ય થાય ત્યારે જ સંન્યાસ ગ્રહણ કરવો અન્યથા પતન થાય છે.
ર9
For Private And Personal Use Only