________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. ગ્રાહ–ગાહક સંબંધ નષ્ટ થતા પ્રાપ્ત થતી શોતિ જ મોક્ષ છે. તે જ પવિત્ર, પ૨મઉદાર, રાદ્ધ, સત્વવાનું આત્મ–ધ્યાનયુક્ત અને નિત્યરૂપમાં સ્થિત રહે છે.
ચેતન ચિત્ત રહિત થઈ જાય છે ત્યારે તે આત્મારૂપ ચેતન કહેવાય છે, તેમ જણાવી સંવેધરૂપ મલને દૂર કરી મનને નિર્મૂલઈચ્છા રહિત) કરી આશારૂપી પાસને કાપવા જણાવે છે. દરેક પ્રકારનાં ઇન્દ્ર ભાવનો ત્યાગ કરી એવી ભાવના કરવી કે "કયારે સમાધિ અવસ્થામાં કોયલ મારાં-મસ્તક ઉપર માળો બાંધશે?” આમ નિર્વાણ, આનંદ, સત્ય, અતિ વગેરેની ભાવના કરતાં-કરતાં સંન્યાસીએ પોતાના સ્વરૂપમાં સ્થિત રહેવું જોઈએ.
આતુર સંન્યાસીએ કમ–સંન્યાસ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ. શૂદ્ર, સ્ત્રી, રજસ્વલાની સાથે વાત ન કરવી. ત્યારબાદ જુદાં-જુદાં સંન્યાસીના લોક વિષે જણાવે છે,
તુરીયાતીત અને અવધૂત શ્રેણીના સંન્યાસીએ ભ્રમર--કિટ ન્યાય અનુસાર અનુસંધાન કરતાંકરતાં કૈવલ્યમાં સ્થિત રહેવું. કારણ કે સંન્યાસી માટે અન્ય શાસ્ત્રો ઊંટ ઉપર કેશરનાં બાર સમાન નિરર્થક છે, ફક્કા સ્વરૂપ સંધાન જ શ્રેષ્ઠ છે.
સંન્યાસીએ મધુકરી વૃત્તિથી જીવન નિર્વાહ કરવો જોઈએ તેમજ સતત એક ઘરેથી જ ભિક્ષા ગ્રહણ ન કરવી પરંતુ શાંત ભાવથી જે તેમની રાહ જોતું હોય ત્યાં જવું, એટલું જ નહીં, શુદ્ધ આચરણ– વાળા પાંચ-સાત ઘરે ધિક્ષા માગવી. શ્રદ્ધાવાનું વ્યક્તિ વાત્ય હોય તો પણ ભિક્ષા લેવી પરંતુ વેદજ્ઞ અશ્રદ્ધાવાનું હોય તો ભિક્ષા ગ્રહણ ન કરવી, તેમ જણાવી ભિક્ષાના જુદાં-જુદાં પ્રકાર વર્ણવે છે.
જરૂરત જણાય તો મલેચ્છને ત્યાં પણ ભિક્ષા માંગવી. આપત્તિકાલમાં નિદનીય, પતિત અને પાખંડીને છોડીને સર્વ વર્ગોને ત્યાં ભિક્ષા માંગી શકાય.
સંન્યાસીએ ઘી, સાકર વગેરે ત્યજી દેવું કારણ કે તે આપત્તિજનક છે. તે હાથને પાત્ર બનાવી તેમાં એકવાર ગાયની જેમ ભોજન કરવું.
આસન, સ્ત્રી સાથે વાર્તાલાપ વગેરે છ બાબતો સંન્યાસીને માટે બંધનકારક છે. માટે ત્યજવી. પરિગ્રહ, સંચય વગેરે ન કરવો, દિવસે શયન ન કરવું. વાસ્તવમાં વિધાભ્યાસમાં પ્રમાદ એ જ દિવસનું શયન છે. માટે સતત વિધાભ્યાસ રત રહેવું. અભિમાન, નિંદા, મંથન વગેરેનો સંપૂર્ણ ત્યાગ કરવો.
આપત્તિકાળ સિવાય સંન્યાસીએ કોઈપણ વસ્તુ પાસે રાખવી ન જોઈએ. એટલું જ નહીં કોઈપણ
For Private And Personal Use Only