________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મા અમર છે, આત્મા તે દેવતાના લોકો સુધી પહોચી શકે છે, જે દેવતાની તણે સપ્રેમ ઉપાસના કરી હોય, તેમજ તે લોકમાં રહેલાં સંભવિત સુખોનો ઉપભોગ કરી શકે છે. આ જ બાબત સમજાવવા માટે છા. ઉપ.માં જ નદી અને મધનું દાન આપેલ છે. જે દ્વારા સમજાય છે કે આત્મા અમર છે, તે શરીરમાંથી નીકળી બ્રહ્મમાં વિલીન થઈ જાય છે અને ત્યારબાદ તે એ જાણતી હોતી નથી કે પોતે ક્યાં શરીરમાંથી આવે છે. ગીતા પણ આત્માની અમરતા નિરૂપે છે
આત્મા અમર છે તેથી જ શસ્ત્ર દ્વારા તેનું છેદન થતું નથી."
આત્મામાં કર્તાપણું અને અકર્તાપણુ બન્ને વિદ્યમાન છે. ફામના રહિતપણાથી અકર્તા બને છે અને સનિધિમાત્ર આત્મા કર્તા બની જાય છે.“ અહીં લોહ ચુંબકનું દાન દષ્ટવ્ય છે. લોહચુંબક જાતે કાર્ય કરતું નથી, તેમ છતાં તેની હાજરીને કારણે જ લોખંડ ખેંચાય છે અને કાર્યરત બને છે. આમ લોહચુંબકનાં સાનિધ્ય માત્રથી લોખંડ કાર્યરત બને છે.
આત્મા એ જ પરમાત્મા છે તે પ્લોટીનસની બાબતમાંથી પણ સમજાય છે. પશ્ચિમમાં જે "ઘારણા છે તે "તન્મયતામાં પરિણમે છે, જેને હિન્દુઓ સમાધિ કહે છે. પ્લોટીનસની ધ્યાન પદ્ધતિ હિન્દુઓના રાજયોગ સાથે મળતી આવે છે અને ખરેખર તેણે પોતાનો દેહ પણ હિન્દુ રાજયોગીની જેમ જ છોડડ્યો છે. તેણે પ્રયાણ પૂર્વે બુદ્ધિપૂર્વક તન્મયતા સાધી હતી અને તેવી ભૂમિકામાં જ તેણે પ્રાણ છોડ્યા હતા, કારણ કે તેના છેવટના શબ્દો હતાં કે- હું હવે મારા અંદરના આત્માને પરમાત્મામાં પાછો લઈ જઉં છું."
નિષ્કર્ષ એ કે– આત્મા જ પરમાત્મા છે, તે એક અંશથી હૃદયગુહામાં રહે છે. સ્થાવર-જંગમ બધી સુષ્ટિમાં તે રહેલ છે, તેથી તે સર્વવ્યાપી છે. પરંતુ તેને જોઈ શકાતો નથી, અનુભવી શકાય છે. તે શ્વેતકેતુ તેમજ સ્વામી વિવેકાનંદના ઉદા. દ્વારા સમજી શકાય છે. આત્મા જ જીવાત્મા છે, કર્મબંધનરૂપ હોવાથી તે જીવાત્મા છે, જે પુનર્જન્મ પામે છે, આત્મા પુનર્જન્મ પામતો નથી, તેથી જ તેને છેદી શકાતો નથી, પકડી શકાતી નથી એમ થિ જણાવે છે.
૧ce
For Private And Personal Use Only