________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાય છે. જે મહા. ઉપ.માં તેમાં વિરાટ રૂપે પ્રવેશ કર્યો, તે પુરુષનો સ્વીકાર કરીએ એટલે 'ર' તત્ત્વો
થાય.
મહારાજ જનક પણ શુકદેવજીને જણાવે છે કે માનસિક સંકલ્પથી સૃષ્ટિની પ્રપંચની ઉત્પત્તિ થાય છે અને વિકલ્પથી નષ્ટ થાય છે. જે બાબત સ્વયં શુકદેવજીએ ધ્યાનથી જાણી જ હતી, તેથી મહારાજ જનક તે વિસ્તારથી કહે છે. આ
બ્રહ્મ સંકલ્પથી લઈને ત્યાગ સુધીની આ સંપૂર્ણ સૃષ્ટિની કલ્પના ઈશ્વરે કરેલી છે. જાગ્રત અવસ્થાથી મોક્ષ સુધીનો સંપૂર્ણ સંસાર પ્રાણી દ્વારા જ કતિ છે."
પરમાત્મતત્ત્વમાંથી સર્વપ્રથમ મનનો ઉદ્દભવ થયો છે તે મનમાંથી વિકલ્પરૂપ આ સંસાર પ્રગટ થયેલ છે. શૂન્ય પણ શુાનું સર્જન કરે છે. પરંતુ જ્યારે સંક૯પ નાશ પામે છે ત્યારે જ સુંદરતારૂપ નીલિમા–બ્રહ્મ દેખાય છે.
કેનો, પણ સૃષ્ટિ ઉત્પત્તિનો નિર્દેશ કરે છે. તે પરમતત્ત્વસ્વરૂપ બ્રહ્માને જ સૃષ્ટિનું મૂળ માને છે. મનનું, પ્રાણનું, વાણીનું, ચક્ષુ, શોત્ર વગેરેનું પ્રેરક કોણ છે? એ પ્રશ્નના સમાધાનરૂપે પરમ સત્ય સ્વરૂપ બ્રહમ જ તેને પ્રેરે છે, તે તત્ત્વજ તેમાં વિલસી રહ્યું છે અને ગા રીતે સાયબ્રાને સૃષ્ટિ. મૂળ કહેલ છે. મા રહસ્યને સમજનાર પુનરાવૃત્તિને પામતો નથી,
અવ્યક્તો, પણ પરબ્રહ્મમાંથી જ સુષ્ટિ ઉત્પત્તિની રજૂઆત કરે છે. પરંતુ તેમાં સંખ્યાની અસર જોઈ શકાય છે.
સર્વ પ્રથમ કશું જ ન હતું તું હતું, અસત્ હતું વગેરે પ્રશ્નો ઊભા કરીને આ રૂપને માયાથી પરબ્રહ્મ ધારણ કરે છે અને તે પોતાની શક્તિને અભિનંદે છે અને વધારે છે. તેઓએ સર્વપ્રથમ સુવર્ણમય અંડની રચના કરી, તેમાંથી પરમેષ્ઠ પ્રજાપતિની રચના કરી, તે પરમેષ્ઠીએ ઈચ્છા કરી કે મારું કુલ કયું છે? અર્થાત્ હુંશમાંથી ઉત્પન્ન થયો અને મારું કાર્ય શું છે? ત્યારે પરમતત્ત્વએ વાણીથી કહ્યું કે- હે પ્રજપતિ તમે અવ્યક્તમાંથી ઉત્પન્ન થયેલા વ્યક્ત છો. અહીં સાંગની અસર જોઈ શકાય છે, ત્યાં સાંખ્યમાં અવ્યક્તમાંથી વ્યક્ત(બુદ્ધિ)ની ઉત્પત્તિ અને આગળ વૃષ્ટિ વિરતાર છે. તફાવત એટલો કે ત્યાં અવ્યક્તમાં રહેલાં રણ ગુણોની સામ્યવસ્થામાં ભંગ થતાં સૃષ્ટિ રચના શરૂ ઘાય છે. જયારે અહીં પ૨મતત્ત્વ સર્વ પ્રથમ અવક્તમાંથી સુવર્ણમય ઇંડાની રચના કરી તેમાંથી પ્રજાપતિની ઉત્પત્તિ થઈ છે તેમાં સતુ એવા પરમતત્ત્વની પ્રેરણા કારણભૂત છે. જયારે સખ્ય અસતમાંથી સૃષ્ટિની ઉત્પતિ સ્વીકારી છે અને ચેતન પુરુષને માત્ર દષ્ટા તરીકે સ્વીકારે છે.
૨૩૧
For Private And Personal Use Only