________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Cી પુૌર્જન્મ - ૪.૪.૬ ]
પુનર્જન્મની કલ્પના આયોની નથી; તેઓએ ભારતનાં મૂળ તિવારી અનાર્યો પાસેથી ઉછીના લઈને તેનો વિકાસ કરેલ છે. તેમ પ્રા. મેકડોનલ' જણાવતાં લખે છે કે, "એ વિશેષ યોગ્ય લાગે છે કે, આર્યોએ પુનર્જન્મની મૂળ પ્રેરણા ભારતનાં મૂળનિવાસીઓ પાસેથી ગ્રહણ કરેલ છે, પરંતુ આ કલ્પનાને પરમ-મુતિ સાથે જોડીને એક જન્મ-માળાના રૂપમાં સુવ્યવસ્થિત વિસ્તાર આપવાનો શ્રેય આર્યોને જ આપવો જોઈએ."આવિધાનો પ્રત્યુત્તર આપતાં ડૉ. રાનડે જણાવે છે કે મેકડોનલે પાઈથાગોરસમાં રહેલાં સિદ્ધારનાં સમર્થનમાં આ કહેવું પડયું છે."વાસ્તવમાં કોઈપણ જાતિમાં, કોઈપણ પરિસ્થિતિની અંદર, પુનર્જનમની કલ્પનાનું મૂળ તેના જ જાતિ વિજ્ઞાનમૂળ મનોવૈજ્ઞાનિક વિકાસમાં જ રહેલું છે, વિવિધ દેશનું અપ્રમાણિત તથા અપમાય પરસ્પર પ્રભાવમાં નથી." આ સિદ્ધાન્તના આધાર પર સીસમાં પુનર્જન્મની કલ્પનાનો ઉદ્ભવ અને નિરંતર વિકાસ હોમર (Homerથી લઈને ઑફિસ (Orpheos દારા પાઈથાગોરસ (Pythagoras) સુધી જોઈ શકાય છે. આ જ સિદ્ધાન્તના આધારે માર્યોમાં પુનર્જનાની કલ્પનાનો વિકાસગ્રાન્ચેથી શરૂ થઈને બ્રાહ્મણ ગ્રંથ, ઉપ. સુધી અનાર્યોનાં પ્રભાવ વગર જ આગળ વધે છે. તેથી સ્પષ્ટ છે કે, પુનર્જન્મની કલ્પના આર્ય જ છે. અનાર્ય નથી nઝર્વેદમાં પુનર્જન્મની કલ્પના :
ઝર્વેદનાંદશમ મંડળના સોળમાં સૂક્તમાં અંતિમ સંસ્કારનું વર્ણન છે. જેમાં ઋષિ મૃત પુરુષની આખોને ફરીથી સૂર્યમાં વિલીન થઈ જવાનો આદેશ આપે છે. જે બ્રહ્માંડમાં તેનું સાંકેતિક તત્ત્વ છે. પ્રાણને વાયુમાં જે તેનું સાંકેતિક વિશ્વરૂપ છે, તથા આત્માને પોતાના ધર્મને અનુકૂળ સ્વર્ગ અથવા પૃથ્વીલોકનાં અથવા તો યોગ્ય લાગે તો જળ, વનસ્પતિઓ વગેરેમાં વિહાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ મંત્ર પુનર્જન્મનોભાવ સ્પષ્ટ વ્યક્ત કરતો નથી, પરંતુ તે તરફ નિર્દે. ચોક્કસ કરે છે. તેમાં રહેલ ધર્મ" શબ્દ મહત્વપૂર્ણ છે, જેમાં કર્મનું પ્રાચીનતમ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. ખાસ કરીને તેમાં આત્માને પોતાના (ધર્મ) ગુણને અનુકૂળ સ્વર્ગ અથવા સંસારમાં જવાનો આદેશ આપવામાં આવ્યો છે. દેશમાં મંડળમાં જ આ બાબત–પુનર્જન્મ (પ્રાણવાદ) વિશેષ સ્પષ્ટ છે. જેમાં એક વયુક્ત આત્માને સંબોધી કહેવામાં આવ્યું છે કે, હુંવિયુક્ત આત્માને ફરીથી આવવાનું, ફરી જીવન-ધારણ કરવા માટે આહવાન કરું છું." તે યમલોકમાં ગયેલી આત્માને ફરીથી બોલાવીને ફરી એકવાર જીવન ધારણ કરાવશે. તેની સ્પષ્ટ છે કે, જે આત્મા સ્વર્ગ, પૃથ્વી અથવા ચતુષ્કોણ નભોમંડલમાં જઈ શકે છે, અથવા દિશાઓમાં વ્યાપ્ત થઈ શકે.
૨૪૨
For Private And Personal Use Only