________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
ડૉ. રાનાડે પુનર્જન્મની કલ્પનાના ત્રણ અંગ માને છે, {૧} આત્માનું શરીરમાંથી પ્રસ્થાન, (૨) જળ, વનસ્પતિ વગેરે ઉપાદાનોમાં તેનાં નિવાસ, (૩) શરીરમાં પુનરાગમન આ અવ્યક્તરૂપી ઋગ્વેદ સુધી જેઈ શકાય છે. પ્રો. કીથ એ બાબતનો વીકાર કરે છે કે, ઈજિપ્ત(મિશ્ર) વાસીઓનો એ વિશ્વાસ હતો કે; "મૃત પુરુષ પૃથ્વી ઉપર વિચરણ કરવા માટે આવે છે, પોતાના જીવનકાળમાં જે સ્થાન પ્રિય હોય તેનું નિરીક્ષણ કરે છે, તે પોતાને સાપ, મચ્છર વગેરેમાંથી કોઈપણ વેશમાં પરિણિત કરી લે છે."તેમનું એ કથન યોગ્ય નથી કે;" આ પુનર્જન્મ છે. પરંતુ તે પુનર્જન્મ ભારત તથા ગ્રીસના પુનર્જન્મથી ભિન્ન છે.” આત્મા આવે છે, જાય છે, અશરીરી ૫માં જીવન વ્યતીત કરી શકે છે, ત્યાં આત્મના શાશ્વત જીવનની માવના અભિપ્રેત છે, જેમાં પુનર્જન્મની કલ્પનાર્થી વિશેષ અંતર નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપ.માં સ્પષ્ટ રીતે જણાવેલ છે કે; જેવાં વિચાર, સ્વપ્ન, કર્મ તેવો પુનર્જન્મ પ્રાપ્ત થાય છે, જીવ આ શરીરમાં જેવાં નિશ્ર્ચયવાળો થાય છે, તેવા ભાવવાળા શરીરને આ શરીર ત્યજીને પ્રાપ્ત કરે છે.
ગીતા પણ જણાવે છે કે, જે સ્મરણ સાથે જીવ દેહ છોડે છે તેવા પુનર્જન્મને દેહને તે પામે છે. બૌદ્ધમત પણ એ જ છે કે; મૃત્યુ સમયે જેવો વિચાર હોય છે, તેવી જ યોનિ આગળનાં જન્મમાં પ્રાપ્ત થાય છે. તેથી ત્યાં કથામાં કહેવામાં આવ્યું છે કે, “વન, વાટિકા, વૃક્ષોની દેવતાઓને ગૃહસ્વામીના ચિત્તને બીમાર જોઈને કહ્યું કે; તમે સંકલ્પ કરો કે; હું ચવર્તી રાજા બનીશ.”
પુનર્જન્મને સમજાવવા માટે અર્ચિમાર્ગ (દેવયાન) અને ધૂમમાર્ગ (પિતૃયાન)નું વિવેચન આપે છે. જે પંચાગ્નિની ઉપાસના કરે છે, વનમાં રહીને શ્રદ્ધા અને તપયુક્ત ઉપાસના કરે છે તે અર્ચિમાર્ગે બ્રહ્મલોકમાં અમાનવ દ્વારા લઈ જવાય છે. જે લોકો વસ્તીમાં રહી ઈષ્ટ, પૂર્વ, દાન વગેરે અનુષ્ઠાન કરે ગૃહસ્થ જીવન પસાર કરે છે, તે ધૂમમાગને પ્રાપ્ત થાય છે. આ માર્ગે તેઓને ક્રમશઃ ચંદ્રમા(ચંદ્રલોક)ની પ્રાપ્તિ થાય છે. ચંદ્રલોકમાં કર્મફળની સમાપ્તિ થાય ત્યાં સુધી રહે છે અને પછી તે જ માર્ગે પરત આવે છે. અર્થાત્ ચંદ્રમાંથી આકાશ, આકાશમાંથી વાયુ, વાયુનાંથી ધૂમ ધૂમમાંથી વાદળ, વાદળામાંચી મેઘ, મેઘ વર્ષા કરે છે. ત્યારે જીવ વર્ષાની સાથે ચોખા, વનસ્પતિ, તલ, અડદ વગેરે રૂપમાં ઉત્પન થાય છે. તે અન્નને મનુષ્ય ખાય છે, અને તેમાંથી વીર્ય ઉત્પન્ન થાય છે, જેનાથી સંતાનોત્પત્તિ કરે છે. જેવું શરીર તેવા શરીરવાળો જીવ ઉત્પન્ન થાય છે, અર્થાત્ મનુષ્યથી મનુષ્ય અને પશુથી પશુ વગેરે, પુષ્પ કર્મ કરનાર સ્વકર્માનુસાર બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય યોનિને પ્રાપ્ત કરે છે, જ્યારે અશુભ કર્મવાળા વાન સુકર, ચાંડાલ જેવી યોનિને પ્રાપ્ત કરે છે.' આ જ બાબતનો નિર્દેશ ગીતા પણ કરે છે.ખ
10
શુભ–અશુભ કર્મને આધારે પુનર્જન્મ પ્રાપ્ત થાય છે, તે કર્મફળ અને કર્મયોગનો નિર્દેરા કરે છે.
૨૪૩
For Private And Personal Use Only