________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
પ્રમાણે સૃષ્ટિનો વિકાસ ઉત્પત્તિ દર્શાવે છે. અને રેશમનો કીડો જેમ બંધનમાં પડે છે, તેમ ક્ષેત્રમાં રહેલ ક્ષેત્રજ્ઞ બંધનમાં પડે છે, આમ પોતાની કલ્પનાથી રચિત સંસારમાં આત્મા સ્વયં ફસાઈ જાય
છે.પ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વૈતનાં અસ્તિત્વને સંપૂર્ણ સત્ય માનવામાં આવેલ ની; તેને સમજાવવા માટે "મા"નો આશ્રય લેવામાં આવે છે. છા. ઉપ.માં જ અગ્નિ – જલ અને અ। એ સત્તાના ત્રણ મૂળ ઘટકો માનવામાં આવેલ છે. તેનાં રૂપાંતરોની ચર્ચા છે. ત્યાં માટી, લોહ વગેરેની વસ્તુ માત્ર રૂપાંતર છે, શાબ્દિક અભિવ્યક્તિ એક નામ માત્ર છે. વાસ્તવિકતા ભાટી, લોહ વગે૨ે છે. તેવી જ રીતે બધી વસ્તુઓને મૂળ ત્રણ રૂપોમાં લાવી શકાય છે.
મૈત્રેયી ઉપ.માં નિરપેક્ષની તુલના ચિનગારીથી કરવામાં આવી છે, જેવી રીતે ચિનગારીને ઘુમાવવાથી એક ચક્ર -- જેવું ઉત્પન્ન થાય છે, તેમાંથી એ સાર નીકળે છે કે; જગત્ એક આભાસ માટે છે. ૭
માયાની દૃષ્ટિએ બ્રહ્મ પોતાની પૂર્ણતા ગુમાવ્યા વગર જગતનો આધાર છે. બધી જ વિશેષતાઓથી રહિત હોવાં છતાં બ્રહ્મ જગનું મૂળ કારણ છે. શ્રીમદ્ શંકરાચાર્ય પણ બ્રહ્મસૂત્ર ઉપરનાં ભાષ્યમાં આ જ બાબત જણાવે છે.
નં. ૬. મહેતાના મતે પરમતત્ત્વની સ્વાભાવિક આત્મભૂતા શક્તિ અનેક ચમત્કૃતિ કરનારી હોવાથી માયા શક્તિ કહેવાય છે, અને અદ્દભૂત ક્રિયા કરવાના સામર્થ્યવાળી હોવાયી પ્રકૃતિ શક્તિ કહેવાય છે. ઉપ.માં મિથ્યા પ્રદર્શન કરનારી માયાનો ઉલ્લેખ નથી, પરંતુ આત્મભૂતા ચિક્તિનાં અપૂર્વ ઈચ્છા, જ્ઞાન અને ક્રિયા કરનારા વિભવરૂપે ઈક્ષણ શક્તિ, માયા, શક્તિ, પ્રકૃતિ શક્તિ વગેરે હેતુ ગર્ભિત નામો આપવામાં આવ્યા છે. વેદાંતનો માયાવાદ ઉપ.ના વાક્યોમાંથી સરળતાથી પ્રકટ થઈ શકે તેમ નર્ધ . ઉપ. મોટે ભાગે શક્તિવાદના સમર્ધનમાં જાય છે. માવાદના ટેકામાં જતાં નથી.
50
પરંતુ ન. દ. મહેતા વગેરે વિદ્વાનોના મતનો જવાબ આપતાં પ્રા. રાવળ જણાવે છે કે 'ઉપ.માં માયાવાદ રહેલો છે. તેનાં પ્રારંભિક બિંદુઓ તેમાં જ છે. છા. ઉપ.માં માટીન: પિંડને જાણવાથી માટીની બનેલી બધી વસ્તુઓનું જ્ઞાન થઈ જાય છે, કારણ કે વિકાર તો માત્ર નામરૂપમાં જ છે. માટી જ સત્ય છે. અન્ય ઉપનિષદોમાં પણ કહ્યું છે કે; “જું અહીં નાનત્વ જૂએ છે તે મૃત્યુથી પર એવા મૃત્યુને પ્રાપ્ત કરે છે.' આથી એમ સ્પષ્ટ થાય છે કે જે સિદ્ધાંત આગળ જતાં માયાવાદ તરીકે સ્થપાયો એ આત્મવાદથી ભિન્ન નથી, પણ તેના અંગરૂપ છે."
E
For Private And Personal Use Only