________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
માયા-અવિદ્યા - ૪.૪.૪
પ્રા. રાવળ "માયા" શબ્દોનાં વિવિધ અર્થઘટનો આપી સર્વસાયોપનિષદ્ની વ્યાખ્યા વિશેષ યોગ્ય છે, તેમ જણાવે છે. જે આ પ્રમાણે છે.“ જે અનાદિ છે; નિર્ગુણ છે; જેનું ખંડન અને મંડન બન્ને કરી શકાય છે; જે સત્ય પણ નથી અને અસત્ય પણ નથી, સત્યાસત્ય પણ નથી; પોતે અવિકારી હોવાને લીધે વિકારના હેતુનું નિરૂપણ કરવાનું ન હોય ત્યારે જે વિધમાન હોય; આ પ્રમાણે જેનું વર્ણન કરી ન શકાય તેં "માયા" કહેવાય છે.""
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માયાવાદ શ્રીમદૂ શંકરાચાર્યની વિશિષ્ટ રજૂઆતને પરિણામે અત્યંત પ્રસિદ્ધ બન્યો, આચાર્ય શંકરને તેથી જ માયાવાદી કહેવામાં આવે છે. પરંતુ તે પહેલાં હૈયામાં હતો જ. ઈશા. ઉપ. કહ્યું છે કે; સત્યનું મુખ હિરણ્યમય પાત્રથી ઢંકાયેલું છે અને ઈશ્વરની કૃપા વડે જ તે દૂર થાય છે અને સત્યનું દર્શન થઈ શકે છે. છા. ઉપ.માં પણ માયાને અમૃત સાથે સરખાવી છે. ત્યાં વિધ. અને અવિધાનો ભેદ દર્શાવી વિધાને સર્વોચ્ચ સ્થાન આપેલું છે.
...
મૈત્રેયી ઉપ.માં માયાના પ્રમાનમાં આવીને વ્યક્તિ "હું" રૂપ પરમાત્માને જે પૂર્ણ રૂપથી નથી જાણતા, તે મહાબુદ્ધિમાન હોય તો પણ તે કાગડાની જેમ અભાગ્ય પેટને ભરવા માટે આમતેમ ફરે છે. અર્થાત્ વ્યક્તિ પાસે જ્ઞાન હોય પરંતુ જો અનુભૂતિ અને ભક્તિ ન હોય તો તે જ્ઞાન બોજારૂપ અને આપત્તિ જનક બને છે.
મહો.માં કહ્યું છે કે, આ સૃષ્ટિ વાસ્તવિક નથી; માયા દૂર થતાં બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત યાય છે. તેથી ઋષિવર ભુ પોતાના પુત્રને જણાવે છે કે; આ માયા કયાંથી અને કેવી રીતે ઉત્પન્ન થઈ છે. તે તારે વિચારવાની જરૂર નથી; તારે તો તે માયા કેમ દૂર ાય તે જ વિચારવાનું છે, કારણ કે તેનો નાશ થાય ત્યારે જ અક્ષયપદનું જ્ઞાન પ્રાપ્ત થાય છે.
આ માયા કયાંથી ઉત્પન્ન થઈ વગેરેનો વિચાર કરતાં-કરતાં તેનાં મૂળની જ ચિકિત્સા કરવી જોઇએ. જેથી જન્મ-મરણનાં ચક્રમાં ન પડાય. આ માયાને આત્મ શક્તિ દ્વારા જ ક્ષીણ કરી શકાય છે. આ અનંત આત્મ શક્તિ જ પરિમિત થઈને રૂપ માનાવાળી બને છે, ત્યારે તેને નામ - સંખ્યા વગેરે લાગે છે. એ જ ચિત્ત શક્તિનું રૂપ, દેશ, કાલ અને ક્રિયાને ધારણ કરનાર ભુત છે અને એ ભૂતને ધારણ કરનાર ક્ષેત્રજ્ઞ (આત્મા પરમાત્મા) છે. ત્યારબાદ ભુ ઋષિ સાંખ્ય શાસ્ત્ર
જ
પ
For Private And Personal Use Only