________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથવા ઉપાસના પૂરતી નથી. તેની સાથે જ્ઞાન ભળે ત્યારે જ અમૃતના અધિકારી બનાય છે. તેથી કમરિલ ભટ્ટ જણાવે છે કે, "વિધા–અવિદ્યાના સમુચ્ચયથી જ સમુન્નતિ પ્રાપ્ત થાય છે. આમ લૌકિક વિદ્યાની પણ ઉપેક્ષા કરવાની નથી. છા, ઉ૫.માં સનકુમાર આ લૌકિક વિદ્યાને "અપવિધાઓ અને બ્રહ્મ અનુભૂતિના જ્ઞાનને અપરાવિદ્યા" ગણાવે છે.
વેદગ્રંથોનું જ્ઞાન (અપરવિવા) ઉતરતી કોટિનું છે, જયારે આત્મજ્ઞાન(પરાવિધા શ્રેષ્ઠ છે. જે આપણને મુક્તિ આપી શકે છે. મંત્રા.ઉપ. પણ વિદા-અવિદ્યામાં અવિધાથી મૃત્યને કરાય છે અને વિધાથી અમૃતત્ત્વની પ્રાપ્તિ થાય છે. વિદ્યાથી જે એમ માને છે કે, અમે તરી જઇશુ તો તે પૂઢ છે. વાસ્તવમાં એવી પરિસ્થિતિ છે કે, આંધળાને જેમ આંધળો દોરે. આમ અહીં અવિદ્યા એટલે વેદ વગેરેનો નિર્દેશ છે. અને વિદ્યા એટલે પરબ્રહ્મ સંબંધી જ્ઞાન પ્રા. પંડ્યા કરી૨) જણાવે છે કે, "અવિધા એટલે જ્ઞાન પૂર્ણ અસ્તિત્વનું જ્ઞાન તેનાંથી જ અમૃત પ્રાપ્ત થાય છે. અમૃતથી જ બ્રહ્મ પ્રાપ્ત થાય છે. તે જ મોક્ષ છે. આત્મજ્ઞાનને માટે વિધા-અવિદ્યાનો વિનિયોગ જરૂરી છે. ૧૯
1 પરા–અપવિદ્યાઃ
મુંડક.માં પરા–અપરા વિદ્યાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. વેદ-વંદાંગ વગેરે ગ્રંથોમાં દર્શાવેલ યજ્ઞ, તપ, દાન વગેરે શુભ કર્મ તેમ જ કૂવા ગળાવવા, વાવ ગળાવવી ધર્મશાળા અને વિશાળ બંધાવવી તે અપરાવિદ્યા છે. જેને ઈષ્ણપૂર્વ તરીકે દર્શાવવામાં આવી છે. આ કર્મ કરવાથી- વિદ્યાથી આ લોકના અને પરલોકનાં સુખની પ્રાપ્તિ થાય છે. પરંતુ સ્વર્ગ ફલીપભાગ બાદ પુણ્ય પૂર્ણ થતાં ફરીથી પૃથ્વી લોક ઉપર આવવું પડે છે. તેથી સંસારને પાર ઉતરવા માટે તો પરાવિદ્યાનું જ શરણ લેવું પડે છે કારણ કે પરાવિધા દ્વારા જ બહ્મને જાણી શકાય છે અને જન્મ-મૃત્યુની પરંપરામાંથી લુકત થઈ શકાય છે.”
અપરાવિધા મોક્ષદાયક નથી, પરંતુ મોક્ષ ગર્ભની સહાય છે. પરાવિદ્યાના અધિકારી બનવા માટે અપરાવિધાનું અનુષ્ઠાન જરૂરી છે. તેથી જ ઋષિઓ અને વિદ્યા જાણવા ઉપર ભાર મૂકે છે. મુંડકો. જેને પરા-અપરા કહે છે. તેને ગીતાજ્ઞાન વિજ્ઞાન તરીકે નિરૂપે છે.
જ્ઞાન અને અજ્ઞાનન અનેક ભૂમિકા છે. તેમાં અહંભાવરૂપ અજ્ઞાન બંધનકારક છે, જયારે વરૂપમાં સ્થિત રહેવા રૂપ જ્ઞાન જ મોક્ષ છે. ૫
અનામામાં આત્મબુદ્ધિનો જન્મ થવો, તે જ અવિદ્યા છે. અવિદ્યાનું નષ્ટ થવું તે જ મુક્તિ છે.*
૨૬૮
For Private And Personal Use Only