________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અશ્વ જે રીતે પોતાની "અયાલ"ને તેવી રીતે મુક્ત આત્મા પોતાના પાપને છોડી દે છે. ચન્દ્રમાં જેવી રીતે ગ્રહણ પૂર્ણ થતાં રાહુના પંજામાંથી પૂરેપૂરો બહાર આવી જાય છે. તે રીતે અને આત્મા પોતાને મૃત્યુના બંધનમાંથી સ્વતંત્ર કરી લે છે. જેવી રીતે કમળ ઉપર જળ રહેતું નથી, તેમ કર્મ તેઓને સ્પર્શતું નથી.] કારણ કે જ્ઞાની વ્યક્તિને કર્મના નિયમ લાગુ પડતાં નથી તે ધર્મ અધર્મથી પર બની જાય છે. કારણ કે સરકડાની દાંડી આગમાં ભસ્મ થઈ જાય છે. તેમ તેઓનાં કર્મનો નાશ થઇ જાય છે “ગીતા” પણ આ જ બાબત કહે છે,
આત્મા જયારે મુદ્દા થઈ જાય છે અને બ્રહ્મ સાથે તરૂપ બને છે, ત્યારે તે કયાંથી ક્યાં શરીરમાં આવી તે ભેદ કરવામાં આવતા નથી. જેવી રીતે વિવિધ રસો સંગ્રહમાંથી મતૈિયાર થાય છે, પછી તેમાં ભેદ કરી શકાતો નર્યું કે ક્યાં ઝાડમાંથી કયો રસ આવેલ છે. એ જ પ્રમાણે દરેક નદી સમુદ્રમાં ભળી જાય છે, પછી તે પોતાના નામરૂપને યાદ રાખતી નથી. સમુદ્રરૂપ જ બની જાય છે, એ જ પ્રમાણે મુક્ત આત્માવિષયી અને વિપક્ષના “દથી અને અનુભૂત ચેતનાથી પર છે. તે સંપૂર્ણ કાલાતીત અવસ્થા છે. આ વ્યક્તિગત અમરતા છે. જેમાં આત્માની નિરપેક્ષતા, નિરપાધિ સત્તા પ્રાપ્ત થઈ જાય છે,
મુક્તિ એ કોઈ ભવિષ્યની રિથતિ નથી, જેને આવવાની અને પ્રતીક્ષા કરીએ. એ આમાથાં જીવવાનું છે જે જીવનનો આધાર અને શક્તિ છે. શિવગીતામાં જણાવેલ છે કે, મોન્નએ કોઈ વિશિષ્ટ સ્થાન નથી, કે તેની પ્રાપ્તિ માટે અન્ય કોઈ ગામ જવું પડે. હૃદયની અજ્ઞાનરૂપી ગાંઠ છૂટી જવ એ જ
મોક્ષ છેદ
2 કર્મ
જીવન્મુક્તિની સ્થિતિમાં મુક્ત પુરુષ કર્મ કરવા જોઈએ કે ન કરવા જોઈએ. તે બાબતમાં મતભેદ છે. શરીર નિર્વાહ માટે તો તેણે કર્મ કરવા જ પડે છે. એ ઉપરાંત અન્ય કર્મો તેણે લોકસંગ્રહ ભાવનાથી કરવા જોઈએ તેવગીતા જણાવે છે. જો તે કર્મ ન કરે તો લોકોમાં ખોટી છાપ પડે, લોકો તેનું અનુકરણ કરે અને પરિણામે સમાજમાં જે સડો પેસે તેની જવાબદારી તે જીવન્મુક્તની થાય છે.
વાસ્તવમાં પુરુષ મુક્ત થયા બાદ જ કર્મ કરે છે. બંધન અવસ્થાના કર્મ સ્વાર્થ માટે અને મોહ પ્રેરિત હોય છે, જયારે મુક્ત અવસ્થાના કર્મ સ્વાર્થ રહિત અને પરમાત્મા કે-ટ્રી હોય છે. આવું મુક્ત પુરુષનું કર્મ જ કોઈપણ સમાજની અણમોલ સંપત્તિ હોય છે. જો કે ડૉ. રાધાકૃષ્ણનું "આ બાબત વ્યક્તિની રુચિ ઉપર છોડે છે અને લખે છે કે, મહર્ષિ યાજ્ઞવલ્કય બધું ત્યાગી પૂર્ણત નિવૃત્ત થવા તૈયાર થયા ત્યારે મહારાજા જનક બ્રહ્મર્ષિ હોવા છતાં મિશિલા નગરીનું રાજવી પદ પણ સતત શમાવે છે. વ્યક્તિની
,
For Private And Personal Use Only