________________
Shri Mahavir Jain Aradhana Kendra
$ $$" .*
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લોકમાં પહોંચી જાય છે અને દેવનાં સાંનિધ્યમાં રહીને તેની સાથે આનંદ કરે છે. આ બાબતને છા, ઉપ. પણ દર્શાવે છે.૨૭ 2 વિદેહમુક્તિ
જીવન્મુક્તિ અને વિદેહ મુક્તિ એવા મોમાં બે પ્રકાર સ્વીકારવામાં આવ્યાં છે. જ્ઞાન પ્રાપ્ત થતાં મુક્તિ પ્રાપ્ત થાય છે. પરંતુ પ્રારબ્ધ કર્મ ભોગવાઈ જાય ત્યાં સુધી શરીર રહે છે. આ જીવન્મુક્તિ છે. આ જીવન્મુક્ત પુરુષનું વર્ણન આગળ કર્યું. પ્રારબ્ધ કર્મ ભાંગવાઈ જતાં જીવન્મુક્ત પુરુષનો આત્મા બ્રહ્મરધમથિી ગતિ કરી પરમતત્ત્વને પ્રાપ્ત કરે છે. જ્યાંથી પુનમ થતો નથી.
પ.નથુરામ શર્મા કહે છે કે, ક્વલ્ય મુક્તિ બે પ્રકારની છે. (૧) જીવન્મુક્તિ અને (૨) વિદેહમુકિત. જીવતાછતાં મુમુક્ષુને અંતરાત્માથી અભિન્ન બ્રહ્મસ્વરૂપનો અપરોક્ષ અનુભવ થતાં તેની બ્રહ્મનિષ્ઠાયુક્ત જે સ્થિતિ થાય તે જીવન્મુનિ,ને તેવા જીવન્મુક્ત પુરુષનો દેહમાન થતાં તેમની અંતઃકરણાદિરહિત માત્ર સચ્ચિદાનંદ બ્રશસ્વરૂપે જે સ્થિતિ થાય તે તેમની વિદેહ મુક્તિ કહેવાય છે. બ્રહ્મજ્ઞાનીને જીવતા છતાં પણ દેહનું ચાભિમાન હોતું નઘી. તેથી તેમને જીવન્મુકિતની સ્થિતિમાં પણ વિદેહમુક્તિ છે એમ પણ શાસ્ત્રો અને પુરુષો કહે છે.”
મુક્તિનાં આ બે સ્વરૂપ બાબતેવાં પ્રા. દવે જણાવે છે કે, મુકિતના અનુભવમાં શરીરનું હોવું બાધારૂપ છે એવા વિચારને પરિણામે જીવનકાળ દરમિયાન મુક્તિનો પૂર્વ અનુભવ શક્ય નથી એવું માનવામાં આવ્યું. આથી જીવન્મુક્તિ અને વિદેહમુક્તિ એવાં મુક્તિનાં બે સ્વરૂપો વિચારવામાં આવ્યાં જોકે બધાં ઉપનિષદો મુનિનાં અનુભવમાં શરીર બાધક હોવાનું માનતા નથી. આથી જીવન્મુક્તિ પણ મુક્તિનો પૂર્ણ અનુભવ આપી શકે છે અને શરીર છૂટયા બાદ પણ વિદેહમુક્તિરૂપે એ અનુભવ ચાલુ રહી શકે છે. મુક્તિના સમગ્ર અનુભવને શરીર સાથે સાંકળી એવું પણ કહેવામાં આવે છે કે મસ્તકમાં રહેલ તાળવાના ભાગમાં બ્રહ્માંધ આવેલું છે અને સૂર્ય નાડી વાટે પ્રાણ જયારે બ્રહ્મરંધમાંથી નીકળે છે ત્યારે તે જીવની મુક્તિનિશ્ચિત સમજવામાં આવે છે. તેનાથી ઉલટું, બીજી કાંઈ ઈન્દ્રિયો તારા ગયેલા પ્રાણ વ્યક્તિના પુનર્જન્મનું સૂચન કરે છે. ૨૦ તેથી જ છો. ઉપ“િજણાવે છે કે"સુષ્મણા નાડી જે મસ્તકમાંથી પસાર થાય છે ત્યાંથી જીવ શરીર છોડે તો તેને અમૃતત્વની પ્રાપ્તિ ઘાય છે. અન્ય જગ્યાએથી જીવ બહાર નીકળે તો તેને ઊર્ધ્વગતિ પ્રાપ્ત થતી નથી.
મોક્ષ એ પરમ પુરુષ સાથે રહેવું તે છે, જે આપણે આ જીવનમાં તેને પ્રેમ કરીએ છીએ અને ઉપાસના કરીએ છીએ
-
ર૫૨
For Private And Personal Use Only