________________
Shri Mahavir Jain Aradhana Kendra
F
www. kobatirth.org
છા. ઉપ.નાં પાંચમા અધ્યાયમાં જ જણાવેલ છે કે, જે પંચાગ્નિ વિદ્યાને જાણે છે તે પાપી લોકો સાથે રહેવાં છતાં પાપથી લેપાતો નથી; જે શ્રીમદ્ અગવતગીતાના નિષ્કામ કર્મયોગની યાદ આપે છે. વા. ઉપ. પણ જણાવે છે કે; "જીવ એક જ છે પરંતુ કર્મોì આધારે ભિન્ન-ભિન્ન દેહમાં તેનો જન્મ થાય છે. ૪ અર્ચિ અને ધૂમમાર્ગે જે જીવો ગતિ કરતાં નથી, તે મચ્છર વગેરે. વારંવાર જન્મ પાાનારા તુચ્છ જંતુઓ થાય છે.“ મૈત્રાયણિ ઉપ.માં બ્રહ્માજી જણાવે છે કે; શુભાશુભ કર્મોના બંધનને પરિણામે આત્માને ભિન્ન-ભિન્ન શરીરો પ્રાપ્ત થાય છે, મૈત્રેયી ઉપ.* જણાવે છે કે; વિષયોમાં ડૂબેલાં જીવને વારંવાર જન્મ--મરણનાં ચક્રમાં પડવું પડે છે, જે પુનર્જન્મનો નિર્દેશ કરે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમ શિલ્પી કોઈ મૂર્તિમાંથી અમુક ભાગ લઈ તેનાંઈ ઘડી ઘડીને બીજી, ને વધારે સુંદર મૂર્તિ અનાવે છે. તેમ આ આત્મા આ શરીરને ફેંકી દઈ અજ્ઞાનને ફગાવી દે છે, અને બીજું નવું ને વધારે સુંદર દ શરીર ઘડી લે છે. એ શરીર કાં તો પિતૃઓના જૈવું અથવા ગંધર્વોના જેવું, દેવોના જેવું, પ્રજાપતિના જેવું, બ્રહ્મના જેવું, કે બીજા પ્રાણીઓ જેવું હોય છે.
me
સર્વ પ્રાણીઓ સત્ન બ્રહ્મને) જ પ્રાપ્ત કરે છે અને ફરીધી પોતે ગાય, ભેંસ વગેરે જે હોય તેને જ પ્રાપ્ત કરે છે.૧૯
સંશયવાળી વ્યક્તિ બંધનમાં પડે છે અને વારંવાર જન્મને પામે છે. ગીતામાં પણ સંશયવાળો આત્મા વિનાશ પામે છે તેમ કહેલ છે.
છા. ઉપ.નાં ચતુર્થ અધ્યાયમાં જણાવેલ છે કે, ચતુમાં દેખાતા અવિનાશી બ્રહ્મની જે ઉપાસના કરે છે તે અર્ચિમાર્ગે (દેવયાન) માર્ગે આગળ જાય છે. અંતે તેને અમાનવ પુરુષ બ્રહ્મલોકમાં લઈ જાય છે. ત્યાંથી તેનો પુનર્જન્મ થતો નથી.
જાબાલિ ઉપ.માં જણાવેલ છે કે; જે ભસ્મ ધારણ કરીને રુદ્ર મંત્રનો જપ કરે છે તે પુનર્જન્મને પ્રા ત કરતો નથી,
પુનર્જન્મ કર્મને આધારે પ્રાપ્ત થાય છે. કર્મ સારાં કરવામાં આવે તાં ધીરે-ધીરે આગળ આગળ શ્રેષ્ઠ જન્મ પ્રાપ્ત થાય છે અને મુક્તિ પ્રાપ્ત ગાય છે. આ પુનર્જન્મ એ વિકાસ યાત્રા છે; પરંતુ તે વ્યક્તિ ઉપર આધારિત છે; કારણ કે, સારા કર્મ કરવાથી કે નિષ્કામભાવે કર્મ ફરવાથી વિકાસ યાય છે અને અકર્મ અથવા ખરાબ કર્મ કરવાથી અધોગતિ થાય છે.
ડૉ. રાધાકૃષ્ણન જણાવે છે કે આત્મારૂપી સત તત્ત્વનું સંપૂર્ણ દર્શન કરવાના, આપણા પ્રયત્નો
૨૪૪
For Private And Personal Use Only