________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પરમેષ્ઠીરૂપ કા પ્રજાપતિનું કાર્ય સૃષ્ટિ રચવાનું છે. તેથી તેને સૃષ્ટિની રચના કરવા માટે સર્વપ્રથમ તપ કરવાની સૂચના આપવામાં આવે છે. તેણે એક હજાર વર્ષ સુધી બ્રહ્મચર્યપૂર્વક રહીને તપ કર્યું. પુરાણોમાં પણ વિષ્ણુનાં નાભિકમલમાંથી પ્રજાપતિ બ્રહ્માની ઉત્પત્તિ, તેઓની એક હજાર વર્ષની તપશ્ચર્યા બાદ સૃષ્ટિ રચવાની આડા થતાં તેઓ સૃષ્ટિની રચના કરે છે.
પ્રજાપતિ એક હજાર વર્ષ સુધી તપશ્ચર્યા કરે છે, તેના પરિણા તેને આનુષ્ઠમી વિધાની પ્રાપ્તિ થાય છે, તે વિદ્યા પરબ્રહ્મમાં પ્રતિષ્ઠિત છે. તે પરબ્રહ્મમાં જ સર્વે દેવો પ્રતિષ્ઠિત છે, જો તે પરમતત્ત્વને ન જાણીએ તો અન્ય સર્વે જાણીને શું લાભ?
છે. બેલવેલકર જણાવે છે કે- . ઉપ.માં એક નિશ્ચિત આદિ તત્ત્વમાંથી સર્વની ઉત્પત્તિ સમજાવી છે. આદિ તત્વ પોતામાંથી બે રૂપ કરે છે, બીજુ જગતુની ઉત્પત્તિ માટે જવાબદાર છે. આ રીતે મૂળ તત્ત્વ સૃષ્ટિથી પર અને અવિકારી ગણી શકાય છે, કારણ કે તેનું બીજું રૂપ બધાં જ ભૂતો કે તમસુ, સત, પ્રાણ, તેજસ, જળ, અન કે આકાશ વગેરેમાંથી બધી ઉત્પત્તિનો નિર્દેશ છે
"આચાર્ય શંકરના મતે ઉપનિષદોનો હેતુ રાષ્ટિવર્ણનનો છે જ નહિ. તે તો સર્વ વસ્તુના મૂળમાં રહેલા બ્રહ્મનું જ પ્રતિપાદન કરવા માગે છે. તેઓના મતે ઉપ માંથી આપણને જે બ્રહ્મજ્ઞાન મળે છે તે એક સરખું તથા વિરોધ રહિત હોવું જોઈએ." તેઓના મતે "આદિ, મધ્ય અને અંત એમ ગમે તે જોશો તો પણ સર્વઉપનિષદો પ્રધાનતયા બ્રહાનું જ નિરૂપણ કરતાં જણાય છે. આ બ્રહ્મ એ જ સર્વનું મૂળ છે. આદિ
સ્ત્રોત છે. વિધામા છે. જે રાત છે તેનું જ આકડાન કરવું, તેની જ શોધ કરવી એ જ ઉપનિષદોનો કેન્દ્રવર્તી વિષય રહ્યો છે."
પૉલ ડૉયસનનાં મતે ઉપ.માં સૃષ્ટિ વિશે ચાર જુદાં જુદાં સિદ્ધાંતો રહેલાં છે. દા.ત." (૧) જડ દ્રવ્ય અનાદિકાળથી બ્રહ્મથી સ્વતંત્ર રીતે હસ્તી ધરાવે છે એ જડ દ્રવ્યને ઘડીને તે જુદાં જુદાં
ઘાટ આપે છે, પણ એ દ્રવ્યનું સર્જન તે કરતું નથી. (૨) બ્રહ્મ શૂન્યથી વિશ્વને સર્જે છે અને વિશ્વ જો કે બધનું સજેલું છે ખરું છતાં તેનાથી સ્વતંત્ર છે. (૩) બ્રહ્મ પોતે કાયાપલટો કરીને વિશ્વનું રૂપ ધારણ કરે છે ને એ રીતે વિશ્વને સર્જે છે. (૪) બ્રહ્મ એકલું સાચું છે અને સૃષ્ટિ જેવું કંઈ છે જ નહિ.
ડૉયસનનાં મને છેલ્લો મત ઉપ.નો મૂળભૂત સિદ્ધાંત છે. જગની હસ્તીનો ઈન્કાર કરો એ દરેક સાચા ધર્મનું સારભૂત તત્ત્વ છે. એમ માનતા હોય ડૉયસન જગને આભાસ, ઇન્દ્રજાળ કે બ્રાન
૨૩૨
For Private And Personal Use Only