________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પડછાયો કહે છે. તેઓ એટલું તો કબૂલ કરે છે કે– બ્રહ્મને વિશ્વરૂપ માનનારો "આ બધુ બ્રહ્મ છે" એમ કહેનારો મત તે ઉપ.નો પ્રચલિત સિદ્ધાંત છે, પરંતુ તે એમ પણ કહે છે કે, જગતને પ્રતિભાન અથવા ઇન્દ્રજાળ માનનારો મત તે ઉપ.નો મૂળભૂત સિદ્ધાન્ત છે; પરંતુ આ મત સ્વીકાર્ય બન્યો નથી.
આ જગતું કારણ ભૂમિકાનું દ્રવ્ય છે અને તે સબ્રહ્મની અપેક્ષાએ અસતું ગણાય છે. અસત્ એટલે શુન્ય અથવામિથ્યા , પણ જેનાં નામ અને સ્પષ્ટ થયાં નથી તેવું દ્રય ટ્વેદનાં નાસદીય સુક્તમાં(૧૦.૧૩૦) આ કારણ દ્રવ્યની ભાવના છે. તેમાં સર્ષિ જણાવે છે કે "આ વિશ્વ પ્રફટ થતા પહેલાં તેનું ઘટક દ્રવ્ય અસત્ એટલે અભાવરૂપ ન હતું, તેમ સહુએટલે સ્પષ્ટ “દવાનું પણ ન હતું. તે સ્થિતિમાં અંતરિક્ષ ન હતું, આકાશ પણ ન હતું. પરંતુ અત્યંત ગહન અને ગંભીર જળની(આ જળએટલે પંચમહાભૂતમાં ગણાયેલું જળ નહિ, પરંતુ વિશ્વનું ઘટક પ્રવાહી દ્રવ્ય રામજવું.) નિહારિકા હતી. આ
વ્યમાં કોણ કોને શા પ્રયોજન અર્થે આવરણ કરી રહ્યું છે તે સમજાય એવું હતું... આ વિશ્વ કેવી રીતે પ્રકટ થયું, વિસ્તાર પામ્યું તે સમજનાર સમજાવનાર કોણ હશે? દેવો જાણતા હશે એ કહેવું બરાબર નથી. કારણ કે દેવતા વર્ગ તો આ સૃષ્ટિનાં આરંભ પછી પ્રકટય છે એટલે તે કારણ અવસ્થાને શી રીતે જાણે? આ કારણ દ્રવ્યનાં અધ્યક્ષ પરમોમમાં(ચિદાકાશવાં) રહેવો કદાચ આ રહેશ્યને જાણતો હશે, કદાચ જાણતી પણ ન હોય.” આમ આ સૂક્તમાં આદિકારણ દ્રવ્યની ભાવના મી કરી છે. જે પાછળથી ઉપ.માં વિકાસ પામે છે અને બ્રહ્મ સુધી પહોચે છે.
ઉપ.માં વર્ણિત સુષ્ટિ પ્રક્રિયાનાં સંદર્ભમાં ડો. રાધાકૃષ્ણનાં વિચાર દિવ્ય છે. તેઓના મતાનુસાર "ભૌતિક સૃષ્ટિના વિકાસને ઉપનિષદો આકાશના પ્રસારથી જૂએ છે. તેની મુખ્ય વિશેષતા કંપન છે, જે શબ્દમાં આપણને પ્રત્યક્ષ થાય છે. આકાશમાંથી વાયુ અને વાયુમાંથી કંપન ઉત્પન્ન થાય છે. આ કંપન જાતે જ પોતાના કોઈ આકારની રચના કરી શકતું નથી. તેને સહયોગ અને અવરોધની જરૂરિયાત છે. વાયુનું બીજું રૂપાંતર કંપની પરરપર ક્રિયા છે. અનેક શક્તિઓને સંભાળવા માટે વાયુનું ત્રીજું સ્વરૂપ તેજ છે, જેનું પ્રત્યક્ષરૂપ તાપ અને પ્રકાશ છે, તેટલાથી પણ વિશ્વના કોઈ સ્થિર સ્વરૂપની સૃષ્ટિ નથી થતી; તેથી તેની પૂર્તિમાં જલ ઉત્પન થયુંતેને પણ ઘટતા પૃથ્વીથી પ્રાપ્ત થાય છે, આ જગનો ઉત્તરોત્તર વિકાસ સ્થૂળ થવાનો છે. આ બધાં જ સૂરમાતિસૂમ પદાર્થોમાંથી જ પૃથ્વી વગેરે પંચમહાભૂત- ભૌતિક પદાર્થો બને છે. આપણો ઈન્ડિયાનુભવ પણ તેની ઉપર જ નિર્ભર છે. કંપનની ક્રિયાથી શબ્દદ્રિયનું સર્જન થાય છે. કંપનીમાં વાતાવરણમાં વર્તમાન વસ્તુઓની ક્રિયાના સ્પર્શથી સ્પર્શેન્દ્રિયનું નિમાણ થાય છે. બીજા સ્વરૂપ
૨૩૩
For Private And Personal Use Only